________________
મહાશય કેઈપણ ધાર્મિક સંસ્થાના મેટા અધિકારી હૈય, પરંતુ એક તરફ પિતાપર કે બૈરી પર આફત હેય, અને એક તરફ મંદિર પર આફત હેય, પરિણામે તે કઈ તરફ દોરાઈ જવાનો વધારે સંભવ છે? ત્યારે ફક્કડ જૈન મુનિ માટે? બીજે ક્યાં ય દેરાઈ જવાને સંભવ નથી.
માટેજ,ભલે ધાર્મિક સંસ્થાઓના વહીવટો ગૃહસ્થ ટ્રસ્ટીઓ કરતા હૈય, તેઓ સાચવતા હોય, તેઓ જ લાગવગ લગાડી દોડધામ કરતા હોય, પરંતુ તેઓની પાછળ પણ ખરૂં બળ તો મુનિ સંસ્થાનું જ છે. એ કદી ભૂલવું નહીં. તે સંસ્થાને પાછળ પાડવામાં આવશે, તે તેથી જનસમાજને ચોક્કસ નુકશાન થશે; પણ તેનું તે કાંઈ જવાનું નથી. અલબત્ત, કેટલાક કારણથી અવ્યવસ્થા ઉત્પન્ન થઈ છે, તે તે દૂર કરવી જ પડશે, અને એ સંરથાને પિતાના કેન્દ્રમાં મજબૂત ટકી રહેવા માટે સતેજ કરવી પડશે.
જૈન મુનિઓનો આદર - જૈન મુનિ સંસ્થા આવા સબળ તો પર રચાયેલી હોવાથી દુન્યવી કઈ પણ આઘાત –પ્રત્યાઘાત તેને ખાસ કરીને નડી શકતો નથી, અને તેથીજ સર્વ ધાર્મિક ક્રિયાઓમાં તેની હાજરીની જરૂર રહે છે. ખાસ ધાર્મિક ક્રિયાઓ તેમની સાક્ષી, સમ્મતિ, આજ્ઞા, કે પુરાવર્તિત્વ શિવાય થઈ શકતી જ નથી. ગૃહો ગૃહરને એક પ્રણામ કરે છે, જયારે દેવને ત્રણ પ્રણામ કરે છે, ત્યારે તેઓને બે પ્રણામ કરે છે. જ્યાં કયાંય પણ મળે ત્યારે તેને ભક્તિબહુમાનથી નમ્રતાપૂર્વક નમી નમીને પ્રણામ કરે છે, અને બની શકે તો ત્રિકાળ પ્રણામ કરે છે. કાંઈ પણ જરૂરીઆત માટે પિતાને સ્થાને આવી ચડે છે તે પૂરી પાડવા તૈયાર થાય છે. મુનિઓની ખાતર ગૃહુર સર્વવને ભેગ આપવા તૈયાર રહે છે. તેઓની પ્રતિષ્ઠા
૨૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org