________________
વાનું કે કાઈની સલાહ લેવાની નથી હોતી. તેમ જ કેઈની ચિંતા ખાતર પણ કર્તવ્ય પાલનમાંથી પાછા હઠવાનું નથી હોતું. અમે પૂછીએ છીએ કે–આ રીતે કેવળ શુદ્ધ નિવાર્થભાવથી જગતના કલ્યાણ ખાતર બલિદાન આપવા માટે સ્વેચ્છાથી બહાર પડનાર જૈન મુનિ શિવાય કોઈ પણ બીજે વર્ગ જગના પૃષ્ઠ પર છે? પતિ ખાતર ભોગ આપનારી સતી સ્ત્રી કે લડવૈયાને ભાગમાં પણ દુન્યવી વાર્થ મળી આવશે. અને કદાચ નિસ્વાર્થ ભાવે હોય, તે તે તેની ફરજ ઉપરાંતના હેવાથી પ્રશંસાપાત્ર ગણાય છે. ત્યારે જૈન મુનિએ પ્રશંસાથી પણ પર છે, તે તેમાં પિતાની ફરજ ગણે છે, તેને માટે પ્રશંસા પત્ર, સ્તુતિ, માન સન્માન કે એવા કોઈ બીજા દુન્યવી બદલાની પણ તેમને અપેક્ષા નથી હોતી. અરે! આટલું કરવા છતાં પિતાની જરૂરીઆતના સાધને–ખાન પાન–કપડાં, પાત્ર વિગેરે પણ પિતાના એ ભગના બદલાના રૂપમાં મેળવવાના નથી હોતાં. જ્યારે તે વસ્તુની જરૂર પડે ત્યારે તે વિધિમાં વિધિ માણસ પાસે શાસ્ત્રનિયમ પ્રમાણે નિર્દોષ હોય તો તેની પાસે યાચના કરતા સંકેચાતા નથી. અને ગમે તે અનુકૂળ ભક્ત ગમે તેટલે ઢગલે કરે પણ જે મુનિ આચાર પ્રમાણે તે નિર્દોષ ન હોય તે તેમાંથી એક ચીજ પણ લેવાની નહિ. અને લેવાની તે પણ જરૂરીઆત કરતાં વધારે નહીં જ. અને તે પણ યાચનાથી, ઉપકારના કે મહાન સેવાના બદલા તરીકે નહીં જ.
આવી અસાધારણ વ્યક્તિ કદાચ કઈ કાળે કોઈ પ્રદેશમાં મળી આવે, પરંતુ એક સંસ્થામાં પ્રથમથી જ પિતાની ફરજ તરીકે બંધાઈને દાખલ થવું, એ વિશેષ છે. અલબત્ત, આ જવાબદારી બધા જૈન મુનિઓ દરેક વખતે એક સરખી રીતે ઉપાડતા હશે કે કેમ? એ બાબત કદાચ શંકા થશે. પરંતુ એટલું તો ચોક્કસ છે કે–તેમના
૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org