________________
દારીઓ ઉપાડનારા જ નહતા, પરંતુ વિકાસ સાધનારા પણ હતા. એટલું જ નહીં, પણ જગતના તે તે વખતના માનમાંથી તે જ અહીં ખેંચાઈ આવતા હતા, કે જેઓ તત્સમકાલીન માનવગણમાં અસાધારણ વ્યકિતઓ હતી. અને મુખ્ય પદ પર તે જ વ્યક્તિ આવી શકતી હતી, કે જે તેમાં પણ સર્વ શ્રેષ્ઠ હેય.
[ કારણ કે–જનસમાજમાં અનેક પ્રકારની ગ્યતાવાળી વ્યક્તિઓના સમૂહ હોય છે. તે રીતે ખાસ ધાર્મિક જીવન જીવનારી વ્યક્તિઓ પણ હેવી સંભવિત હોય છે. જ્ઞાનાભ્યાસ, કળા, શૌર્ય, ધર્મવીરતા વિગેરે માટે જુદી જુદી વ્યક્તિઓના સમૂહો મળી જ આવે. તે રીતે જ્ઞાનાભ્યાસ માટે મોટો વર્ગ બ્રાહ્મણ સંસ્થાઓમાં ખેંચાઈ આવે. લોકસેવક તરીકેની લાગણીવાળો ઘણે ભાગ બૌદ્ધ સંસ્થાઓમાં આકર્ષાઈ આવે. અને ત્યાગ વિગેરે આધ્યાત્મિક ઉચ્ચ આદર્શો માટેની લાગણી વાળે કેટલોક ભાગ જૈન મુનિ સંસ્થામાં ખેંચાઈ આવે. અલબત્ત એ વર્ગ ઘણે ના હોય, પરંતુ યોગ્યતામાં વધારે આગળ વધેલો હોય એ સ્વાભાવિક છે. અને મુખ્ય પદ પર તે તે સઘળા મુનિગણમાંથી અમુક એકજ વ્યક્તિને પસંદ કરવામાં આવતી હતી. અનેક યોગ્યતાઓનું સમતોલપણું જેમાં વધારે હોય તે જ વ્યક્તિ એ મુખ્ય પદ પર બિરાજમાન થઈ શક્તી હતી. બીજી અનેક વ્યક્તિઓ, કદાચ જ્ઞાનમાં તેના કરતાં આગળ હૈય, કેઈ ચારિત્રમાં આગળ હોય, કઈ જવાબદારી ઉપાડવામાં આગળ હેય, કઈ પ્રભાવમાં આગળ હોય, પરંતુ દરેક ગુણો સમતોલ પણે જેમાં હેય, એવી તે એક જ વ્યક્તિ હોય. કદાચ બધા ગુણે વાળી કોઈ વ્યક્તિ મળી આવે તેવી વ્યક્તિ મહાનું તીર્થકરોના વારસાથી અને તેમના પ્રકાશથી અપરિચિત હોય, એટલે તે પણ મુખ્ય પદ પર ન આવી શકે. ]
એ સંસ્થાના મુખ્ય પદ પર આવનારા અને તેને બીજી રીતે શેભાવનારા તથા ધર્મની આરાધના કરનારા મળીને આ છેલ્લા અઢી હજાર વર્ષમાં અનેક હજારોની સંખ્યામાં જૈન મુનિઓ થઈ ગયા છે. તેના ટુંકામાં ૨૭ વર્ગ થઈ શકશે, તે આ પ્રમાણે
૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org