________________
માનવ સમૂહેાની ચેાગ્યતા, દરજ્જા, અને આધ્યાત્મિક, નૈતિક જરૂરીઆત અનુસાર આવશ્યક જણાતી અનેક પ્રકારની ગુરુસંસ્થાઓનું અસ્તિત્વ હોય તેા પ્રગતિ માર્ગને બાધક નથી, એ પણ આપણે બીજા પ્રદેશમાં વિસ્તારથી વિચારી ગયા છીએ.
એવી અનેક ગુરુ સંસ્થાએમાંની એક જૈન ગુરુ સંસ્થા છે, તેના પરિચય આપવા, એ આ પ્રકરણના મુખ્ય વિષય છે. પ્રભુ મહાવીરના સંદેશવાહક —
ભગવાન્ મહાવીર પ્રભુ પછી તેની સરખામણીમાં ઉતરી શકે તેવી સમથ અને સન્માદક તરિકે તેટલી વિશ્વાસપાત્ર કોઇપણ વ્યકિત હજી આ જગમાં જોવામાં આવી નથી. અને જ્યાં સુધી જોવામાં ન આવે, ત્યાંસુધી તેમના પરના વિશ્વાસ અને તેમના કલ્યાણ માર્ગજ જગા પ્રાણીઓને અંતિમ આધાર રૂપ,અને શરણરૂપ છે. એટલા ત્યાગ,અને એટલી તદ્દન નિઃસ્વાર્થતામાંથી જન્મેલા ઉપદેશમાં લેશ માત્ર આડે રસ્તે દેારવાઈ જવાના સભવ નથી.
[ ગમે તેવી કલ્યાણુ ભાવનાથી, નિઃસ્વાર્થી ભાવનાથી, ગમે તેવી તટસ્થ મનેવૃત્તિથી લોક કલ્યાણ કરવાની ઇચ્છા હાય, પરંતુ કાઇક દિવસ પશુ–સારૂં ખાવાની, સારા કહેવરાવવાની, સારી પથારીની, શરીરના આરા મની, ભાગવાસનાની, સારા કપડાલત્તા કે શરીરની ટાપટીપની, કે ઉપદેશક થવાની કે બીજા કાઈપણ સાધનની ઉંડે ઉંડે પણ અપેક્ષા હોય, તે જરૂર ઉપદેશમાં કાંઇકને કાંઇક શિથિલતા આવવાની જ. માટેજ ભગવાન્ મહાવીરદેવે ઘણા વખત તદ્દન નગ્ન ભાવ, સાડાબાર વર્ષમાં માત્ર ત્રણસે!ઓગણપચ્ચાસ દિવસ જ ખારાક લેવા, અને તે પણ માત્ર એક જ વખત, જેવા મળ્યો તેવા, અને બે દિવસનું આંતરૂં પડવા દીધા વિના તેા કદી પણ ખેરાક લીધા જ નથી. તથા થેાડીક ક્ષણાની અમુક વખતની નિદ્રા સિવાય સદા જાગ્રત ભાવ, ગમે તેવા કષ્ટના પ્રસંગે અજબ સમભાવ, વિગેરે અનેક પ્રકારની કસોટીઓમાંથી પસાર થઇ સંપૂર્ણ વીતરાગતા સિદ્ધ કર્યા પછી જ કેવળ પ્રાણી માત્રના કલ્યાણ ખાતર ઉપદેશ આપ્યા છે. ]
૩૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org