________________
[ ઉપર જણાવેલા આદર્શગુરુઓમાં અનેક ગુણ હોવા જરૂરી છે, પરંતુ મુખ્યપણે ચારિત્ર એ ગુરુનું મુખ્ય લક્ષણ છે. બાકીના ગુણે તેનું સ્વરૂપ છે-ભૂષણ છે. પરંતુ લક્ષણરૂપ નથી. ચારિત્ર ન હોય, અને બીજા અનેક ગુણો હોય, છતાં તે છેલ્લી કટિના પણ આદર્શ ગુરુ નહીં ગણી શકાય, અરે તેને ગુરુ જ ન કહી શકાય. લડવૈયાને લડતાં આવડવું જોઈએ, જે તેને સંગીત આવડતું હોય તે તે શોભારૂપ છે, પણ તે ખાસ આવશ્યક નથી,વૈદ્યને રોગ મટાડતા આવડવું જોઈએ, પરંતુ તેને ઈતિહાસનું જ્ઞાન હોય તે શોભારૂપ છે, પરંતુ ખાસ આવશ્યક નથી ]
તેવીજ રીતે ગુરુમાં જ્ઞાન, ઉપદેશશકિત, ભાષાની છટા, રૂપ, વાદવિવાદની શક્તિ, વિગેરે જેટલા ગુણો હોય, તે સર્વ શોભારૂપ છે. પરંતુ માર્ગગામી ચારિત્ર એ તેને મુખ્ય પ્રાણઆત્મા છે. તેથી બીજા ગુણ ન હોય, અને એકલુંસુ ચારિત્ર હોય તો પણ તેને ગુરુ માનવામાં હરકત નથી. તેમાં પણ ઓછામાં ઓછું નીચે પ્રમાણે તે હેવું જ જોઈએ. છેલ્લી પક્તિના આદર્શગુરુઓ૧. કામિનીને સર્વથા ત્યાગ અને ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યના
પાલન માટે એટલે કે ટુંકામાં વીર્ય રક્ષા માટે સર્વ પ્રકારને સદેદિત જાગ્રત પ્રયત્ન [ અંગત ઉપયોગ માટે (2) ] સર્વ પ્રકારના અર્થસંગપ્રસંગને સર્વથા ત્યાગ.
શિષ્ટમાન્ય-ગુરુની આજ્ઞા–પરતંત્રતા. ૪. સ્વયેગ્ય-સર્વસામાન્ય-અહિંસા-સંયમ અને તપને
અનુસરતા ધાર્મિક અનુષ્ઠાનેનું યથાશક્તિ નિયમિત પાલન.
જગતના અચળ અને સિદ્ધસત્ય તરફ અનન્ય દૃઢ વિશ્વાસ, ઉપદેશ પદ્ધતિ પણ તે સિદ્ધસત્યે અનુસાર ઘડાયેલા શિષ્ટમાન્ય મહાન પ્રગતિ માર્ગને અનુ
૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org