________________
કરવાને તીર્થકરેની મહત્તાજ તદ્જ્ઞ માનેને પ્રેરે છે, તેમ કર્યા વિના તેઓથી રહી શકાય જ નહિ.
ગમે તેવી પ્રવૃત્તિમાં પરોવાઈ ગયેલે માણસ કે અજ્ઞ બાળક પણ મહાન ઉત્સનાં વાજીંત્રના પડઘાથી પિતાના કામમાંથી જાગીને ઉચું માથું કરી તે તરફ અભિમુખ થાય છે, અને જાયે અજાણ્યે પણ જે વિકાસમાર્ગને લાયકના બીજ તેના આત્મામાં પડી જાય, તે તેમાંથી પલ્લવિત થઈને આગળ મોટું સ્વરૂપ લઈ શકે.
જૈન ધર્મીઓના હૃદયમાં તીર્થકરોને જે રસ્થાન છે તે આ ઉપરથી સમજી શકાશે. તીર્થકરે તરફનું પ્રજાનું લક્ષ્ય સંકોચાય–સંકેલાય, તેવું કોઈ પણ કાર્ય કે આચરણ અસહ્ય થઈ પડે છે. તીથકરે ખાતર જેને સર્વસ્વને ભોગ આપવા તૈયાર રહી શકે છે. જેને તીથકર ખાતર પોતાનું સર્વસ્વ સમજે છે. પિતાનું સર્વરવ તેમને અર્પણ થયેલું જ માને છે, પોતે જે કાંઈ ભેગવે છે, તે ફક્ત પોતાની આધ્યાત્મિક નિર્બળતાને અંગે, ન છુટકે, જરૂર પૂરતું જ તેઓની અનુજ્ઞાથી જ ભગવે છે. જરૂર ઉપરાંત ખરી રીતે નજ ભેગવી શકે. અર્થાત જેમ બને તેમ કઈ પણ સગવડનો ઉપયોગ વિકાસમાગમાં ઉપયોગી થાય, તેવી જ રીતે ભેગવવા પૂરતે જ પોતાને અધિકાર સમજે છે. - પિતાના જીવનની સર્વ ઉદાત્તતા તેમને જ અર્પે છે. પિતાનું સર્વ કળાજ્ઞાન તેમને જ સમર્પવામાં જ કૃતકૃત્યતા સમજે છે. શિલ્પ શાસ્ત્રની સર્વ કળા, ચિત્રશાસ્ત્રની સર્વ કળા, સંગીત, વાદ્ય, નૃત્ય વિગેરે લલિતકળાઓને સર્વ કળા વિલાસ, ભાષાની સર્વ સમૃદ્ધિ, ઉદાત્ત વિચાર સમૃદ્ધિ, વસ્ત્રો અને ખાનપાનની સર્વ સુસજાવટે, બાગબગીચાની સર્વ પુષ્પ સમૃદ્ધિએ, વિગેરે તેમને જ અર્પણ કરે છે. ધ્યાન, જાપ, મંત્રસિદ્ધિ, તાંત્રિક મુદ્રાઓ, રતવન, નમન, મનન, શિૌર્ય, આચાર, વિચાર, સર્વ વચ્ચે તેમની જ માનસિક મૂત
૨૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org