________________
જિન પ્રતિમાઓથી ત્રિકાળમાં એકાંત હિત જ છે. તે કેઈને પણ કોઈ પણ રીતે અપાયકારક નથી જ.
તેથી સાચે જૈન મંદિરની જરૂરીઆત બિનજરૂરીઆત વિષે સંદિગ્ધ થઈ વિચારવમળમાં ગોથાં ખાતો નથી. પૂજનારાઓની સંખ્યાને અભાવે ભૂગૃહોમાં ભંડારવા ન ભંડારવાનો વિચાર કરતે નથી. અશાતનાના ભયે મંદિર શૂન્ય કરીને બીજે લઈ જવાને ઇચ્છતો નથી, તેમજ વ્યાવહારિક જરૂરીઆત બિનજરૂરીઆતને હિસાબે તેની ઉપયેગીતા અનુપગિતા સાબિત કરવા વલખાં મારતો નથી. વ્યાવહારિક જરૂરીઆત લેશ માત્ર ન હોય, છતાં દશ પૂજનારા વચ્ચે અગ્યાર મંદિર હૈય, અને બારમું થતું હોય, તે પણ તેની પારાર્થિક જરૂરીઆત ભૂલી જઈ નવા મંદિરે અને નવી પ્રતિમાની પ્રતિ ઠાના ઉપદેશમાં લેશ માત્ર શિથિલાદરતા આવવા દેતું નથી. પ્રતિમાપૂજાના આવશ્યક્તા અનાવશ્યક્તા તથા તેને આગમમાં સ્થાન છે કે નહીં, તેની નિરર્થક ચર્ચામાં હવે ઉતરતું નથી. તેમાં તન-મન-ધન ખરચી પુણ્ય પાર્જન કરવાની ઈચ્છાવાળાની વચ્ચે બીજો માર્ગ સૂચવી વિઘ નાંખવાને વિચાર સર કરતો નથી, કારણ કે તેના જેવું ઉપગી, સબળ અવલંબનરૂપ કઈ પણ વસ્તુ કોઈ પણ કાળે હેવી સંભવી શકતી નથી, સંભવી શકે જ નહિ
આશાતના ટાળવી જોઈએ, આશાતના થવા ન દેવી જોઈએ, અને ભગવાનની પૂજા કરતાં પણ આશાતના ન કરવી, “આશાતના કરીને પૂજા કરવા કરતાં પૂજા ન કરવી સારી” આવું કોઈ વાક્ય શાસ્ત્રમાં મળે, તો તેને આશય પૂજા બંધ કરવાનું નથી, પરંતુ આશાતના ટાળવાને ભાર દેવાનો છે. પૂજા કરતાં કોઈ કઈ અનિવાર્ય સૂક્ષ્મ આશાતનાઓ થાય, તે ન ટળી શકે, તેટલા ખાતર પૂજા અટકાવાય નહીં. પૂજા ન કરવી, એ મોટી આશાતના છે. અનારાધક ભાવ એ આશાતના છે. તેવી જ રીતે આશાતનાના ભયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org