________________
પણ ગુરુ હોય છે, સર્વના અંતિમ આદર્શ, અને નિયામક હોય છે. તેથી તેઓ જગતના સર્વ પદાર્થ માત્રમાં સર્વોચ્ચ ભૂમિકા પર બિરાજી શકે છે. એવા મહા તીર્થને રથાપનારાઓ જયારે જયારે જરૂરીઆત હોય, ત્યારે ત્યારે જગતના અસ્તિત્વ કાળથી થયા કરે જ છે, અને જગતના અસ્તિતત્વ કાળ સુધી થયા કરો. જે વખતે જે તીર્થકર જે તીર્થ સ્થાપે, તે વખતે તે તેનું તીર્થ કહેવાય છે.
તીર્થ સ્થાપવું એટલે અધ્યાત્મશાસ્ત્રના પ્રયોગો જગતના પ્રાણીઓ સરળતાથી પિતાના જીવનમાં ઉતારી શકે તેવી સાંગમાંગ સાધનોવાળી સુજનાયુક્ત ગોઠવણ પૂરી પાડવી, બીજું કાંઈ નથી. તીર્થકરોનું આ મહતું કાર્ય જગતમાં અનન્ય કાર્ય છે.
હાલ જે તીર્થ ચાલે છે, તેના આદિપ્રણેતા--ભગવાન, મહાવીર, વર્ધમાન સ્વામી છે. તેથી તે તીર્થકર ભગવાનું છે. હાલમાં તેમની આજ્ઞાઓ–તેમના શાસન–તેમના સંદેશા પ્રવર્તે છે. તેની પૂર્વે દેઢ સે વર્ષ પહેલાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ તીર્થકર તરીકે થઈ ગયા છે. તેની એ પહેલાં ઘણું તીર્થકર થઇ ગયા છે, એમ ખુદ મહાવીર સ્વામીએ પોતાના શિષ્યને કહ્યું છે, ક્યા ક્યા તીર્થ કરે કયારે થયા? તે, તથા તેમના જીવનને લગતી ઘણી હકીકતે તેઓશ્રીએ જ કહી છે, તેમાંની કેટલીક હકીકતોની અત્યારે પણ મહાન આગમ ગ્રંથમાં મળી શકે છે. તેમાં આ વર્તમાન યુગના આદિ તીર્થકર તરીકે શ્રી
ષભદેવ સ્વામી કહ્યા છે. જેઓના મહાન કાર્યક્ષેત્રના મારક તરીકે શ્રી શત્રુંજય ગિરિની પવિત્રતા જગજાહેર છે.
જે વખતે ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા,તે કાળે ભગવાન પાર્શ્વનાથના પણ શિષ્ય વિચરતા હતા. તેઓ પણ ભગવાન મહાવીરના શાસન તંત્રમાં દાખલ થઈ તેમના ધર્મરાજ્યની છત્રછાયા નીચે આવ્યા પછી તેમનું જ શાસન પ્રવર્તે છે. છતાં જૈને આ યુગમાં થઈ
૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org