________________
ઉપસંહાર. પાંચેય વિષમાં પરીક્ષા કરી લેતાં જૈન ધર્મનું સ્થાન ઘણે ઉચે આવે છે. એમ આજ સુધીના અવલોકન, મનન, વાચન અને સમજ ઉપરથી કહીએ છીએ. ભવિષ્યમાં વિદ્વાને ધર્મોના દરજજા ઠરાવવા ઈચ્છશે ત્યારે પણ ભારતીય ધર્મોને ક્રમ ઉચો આવશે, અને તેમાં જૈન ધર્મનું સ્થાન ઉંચું નિયત થશે. એમ તટસ્થ બુદ્ધિથી મન સાક્ષી પૂરે છે.
કોઈ કહેશે કે-“આ તે “વરને વખાણે વરની માતેના જેવું થયું. અહીંના સરકાર, અહીંની હવા અને સંજોગોમાં જન્મ, તેમાં જ ઉછરવું, આજુબાજુના તેજ જાતના વાતવરણવાળા પિતાના મકાનમાં બેસીને લખવું, આર્યસંસ્કારેવાળા ધર્મોના વાતાવરણની ગગનચુંબી દિવાલના આજુબાજુ કિલ્લાઓ બીજું જેવા જ શી રીતે આપે? એ સ્થિતિમાં અભિપ્રાયને ઉચ્ચાર જરૂર હાસ્યાસ્પદ લાગે છે. ખરેખર, પિતાના દેશ કે ધર્મો વિષે અભિપ્રાયે ઉચ્ચારતાં પહેલાં જરૂર એટલે તો વિચાર કરવો જોઈએ કે–“તે શિષ્ટ વિદ્વાનોમાં માન્ય થશે કે નહિ? કેટલે વજનદાર ગણાશે?” એ વિચાર કર્યા વિના એમ ને એમ વાણીને પ્રવાહ-વહેતે મૂકી દે, કઈ રીતે વ્યાજબી છે?”
તમારું કહેવું તદ્દન ખરું છે. ઉપરના અભિપ્રાયની કશી કિંમત હાલ ન આંકવામાં આવે, એ બનવાજોગ છે. તથા આ માથામાં વાગે એ કડક જવાબ તમારા તરફથી મળશે, એ પણ કલ્પનામાં હતું જ. છતાં અમને તેની કશી ચિંતા નથી. કારણ કે અમે ખાત્રીપૂર્વક કહીએ છીએ કે–
ઉપરને અભિપ્રાય ઉચ્ચારતી વખતે કોઈને અન્યાય કરવાને ઈરાદો નથી. કેઈને ઉતારી પાડવાને, કેઈનું અપમાન કરવાને ઈરાદ નથી. જરા પણ ખોટે પક્ષપાત ન થઈ જાય, તેની સંપૂર્ણ
૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org