________________
તે જાતના બીજા મળશે, અથવા જન દર્શન ભલે કદાચ ભારતીય તત્વજ્ઞાનનું શાસ્ત્ર હોય, પરંતુ વૈદિક સાહિત્ય પણ તે પ્રમાણે પોતાની શૈલિનું તત્ત્વજ્ઞાન સાહિત્ય છે. એમ તેની વ્યાપકતા ઉપરથી સાબિત કરી શકાય તેમ છે. ”
એમ હેય, તોપણું શું ખોટું ? તે કાંઈ દૂષણ રૂપ નથી. તે પણ ભારતીય સંસ્કૃતિને શોભારૂપ જ છે. પરંતુ, વાસ્તવિક સ્થિતિ શી છે? તેને વિચાર કરવો જોઈએ, અને તે પ્રમાણે યથાયોગ્ય સ્થાન આપવું જોઈએ. એ ન્યા-કર્તવ્ય છે.
આ વિષે પ્રક્ષકાર અને સમાધાનકાર બનેએ વેદે જેવાથી વધારે સમજી શકાય. વેદોમાં પ્રાચીન વેદ વેદ છે. તે જોવાથી આપણા દિલ પર શી છાપ પડે છે? “ વેદકાલીન કાઈપ્રાચીન આર્યપ્રજ અમુક પ્રકારે. અમુક હદ સુધીની સંસ્કારવાળી હતી. તેમાંના જુદા જુદા વર્ણન પરથી તે પ્રજાના જીવનના સાધનો, રહેણી, કરણી, ભાવના, વિચારો, વિગેરે ઉપરથી તે બાબતના વિજ્ઞાનને તેઓ જાણતા હશે એમ સમજી શકીએ છીએ. જે અમુક અમુક વિજ્ઞાનશાસ્ત્રો ખીલ્યા ન હોય, તે અમુક પ્રકારનું જીવન તેઓ જીવી જ ન શકે. ધારો કે છાશની વાત આવે. તે પશુપાલન, દેહનક્રિયા, દૂધમાંથી દહીં, તેમાંથી માખણ કાઢી લઈ બાકી છાશ રહે. એમ તેઓ ગોરસ શાસ્ત્ર જાણતા હોવા જોઈએ. તે ઉપરાંત, કુદરતી ના વર્ણને આવે છે. તે ઉપરથી તે તરફ પણ લક્ષ્ય દેડાવ્યું છે, એમ કહેવું પડે. કુદરતી દયોની સ્તુતિ ઉપરથી તે તેઓ તેના તરફ ઘણે દૂર સુધી વળ્યા હોવા જોઈએ. અને તેના ગર્ભિત રહસ્યો પણ તેમના ખ્યાલમાં આવ્યા હેય, એમ કબૂલ કરી લઈએ. ” ' પરંતુ અમારે આશય એ છે કે–તે વિગતવાર–પદ્ધતસર તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર નથી. છદર્શનકારે વિગેરેએ તેમાંથી જુદા જુદા વિજ્ઞાને અને તત્ત્વજ્ઞાન નિતારવા પ્રયત્ન કર્યો છે.
પરંતુ વિગતવાર તત્વજ્ઞાન નિતરી શકયું નથી. કારણ કે દર્શનકારે જુદા જુદા અભિપ્રાયો તારવીને અમુક એક એક બાજુ તરફ દેરવાઈ જાય છે. તેમજ વેદોમાં પણ પદ્ધતિસર તત્ત્વજ્ઞાનને લગતા સ્વતંત્ર સળંગ ભાગો જોવામાં નથી આવતા. દર્શનકારેએ વૈદિક દૃષ્ટિને તત્વજ્ઞાનનું સ્વરૂપ આપવા પ્રયત્ન કર્યો હોય, છતાં તેમાં દરેકના જુદા જુદા અભિપ્રાયો પડવાથી સફળતા મળી નથી. એમ આપણે અગાઉ વિચારી ગયા છીએ.
૧૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org