________________
સંસ્થાપકેના હાથે સંસ્કાર પામેલા જણાય છે. અને તેવાજ પુરુષને હાથે વ્યવસ્થા અને સંવર્ધન પામ્યા છે.
આર્ય–આર્યેતર ધર્મોની કાંઈક તુલના –
આયેતર ધર્મોનું પરિણામે સંસારની અસારતાની માન્યતાની બાબતમાં મૂળથી જ વિચાર-શૌથલ્ય જણાઈ આવે છે. જેથી આધ્યાભિક જીવનના ખાસ ઘટક-સંગ અને નિર્વેદ એ બન્ને અંશે તદ્દન ઢીલા હોય છે, એટલે તે ધર્મોના અનુયાયિઓનું આધ્યાત્મિક જીવન ઉંચા પ્રકારનું હોવું ઓછું સંભવિત છે. અને તેથી જ અનુયાયિ પ્રજાઓનું અને ધર્મ પ્રણેતાઓ સુદ્ધાનું જીવન અમુક હદ સુધી જઈનેજ અટકયું હોય છે. આની સંસારની અસારતા વિષેની માન્યતા, લેકેને સંસાર વિષે કંટાળો ઉત્પન્ન કરી સાંસારિક સુખથી વંચિત રાખવાના ઉદ્દેશથી નથી. તેમજ પારલૈકિક જીવન વિષેની ઉચાપ્રકારની લાલચ આપી સત્તા જમાવી માન-પાન પામવાની પેરવી નથી. પરંતુ વાસ્તવિક સ્થિતિ સમજાવી, મહાજીવનના મહાવિકાસ માટે પ્રજાનું માનસ તૈયાર રાખી, તેની આત્મિક પ્રગતિ માટે સહાય કરવાની સાચી કર્તવ્ય પરાયણતા છે. તે વાત ધર્મપ્રણેતાઓની નિઃરવાર્થતા ઉપરથી એ સાબિત કરી શકાય તેમ છે.
જગતની અનાદિ-અનંતતા કહેવા માટે તત્ત્વજ્ઞાન કેટલું ચેકસ હેય, ત્યારે તે કહી શકાય ? તેને બદલે તેઓ જગતના વિશ્વજ્ઞાન વિષે ખાસ ચેકસ વાત કહી જ શકતા નથી. માત્ર આછા આછો ખ્યાલ આપીને ચપકી પકડે છે.
નિર્વાણ–મોક્ષ વિગેરે આધ્યાત્મિક-જીવનના સેક્સ પરિણામે વિષે પણ તેઓ સંદિગ્ધ છે. અધ્યાત્મ શાસ્ત્રની પણ એવી ઝીણવટ ભરેલી વિગતવાર ખીલવણી ત્યાં થઈ નથી. તે સિવાયના બીજા
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org