________________
તે પછી બાળકના હાથમાં શું રહેશે ? સારાંશ કે-પ્રજા “અતો ભ્રષ્ટ તતે બ્રષ્ટ ” થાય, એ સ્વાભાવિક છે. - કોઈ પણ જાતના વ્યામોહ અને લાલચમાં ન પડતાં જેમ બને તેમ જીવનના ચાલુ મૂળતાને જેટલી રીતે વળગી શકાય તેટલી રીતે યથાશક્તિ ચૂસ્તપણે વળગી રહે. નિંદા, ભય, લાલચ, ગાળે કે એવી કોઈપણ જાતની લાગણીને કે દાક્ષિણ્યતાને વશ થઈ કે શરમથી પણ તેમાંથી ચૂત ન થવાય, તેને માટે જાગ્રત રહે. તેમાં જ ભારતીય આર્ય સંતાનનું પરિણામે ભલું જ છે. કારણ કે–તે સિવાય બીજો માર્ગ નથી. ગમે તેવો પણ તેજ માર્ગ વધારે શ્રેયસ્કર છે. આ વિષે વિશેષ સમજવા ગુજરાતી બીજી ચેપડીમાંનો “ રૂપાળું ઘર એ મથાળાવાળો પાઠ વાંચવો, તેમજ પાંચમી પડીનો “હિંદુસ્થાનના નવાજુના ચાલ” વિષેને પાઠ વાંચો.
આ વિષે વિશેષસ્પષ્ટીકરણ “વ્યાહ” ના પ્રકરણમાં થશે. ]
આ રીતે ભારતીય આર્ય પ્રજાના સાદાં અને સંક્ષિપ્ત જણાતા જીવન સચોટ, સુસંબંધ, સુસંગત, સમતોલ અને દરેક કાળમાં ટકી શકે તેવા સ્થિર અને બંધબેસતાં છે. હાલના નવા જીવન ક્ષણિક ચળકાટવાળા છે, ને ક્ષણિક છે, દા. ત. હાલના મોટા માણસને પિતાની ગમે તેવી સમૃદ્ધિ છતાં પિતાને છોકરો ધંધ કરશે, તેની ચિંતા હોય છે. પરંતુ ભારતીય વેપારી, ખેડુત કે વણકર સુદ્ધાંને એ ચિંતા નહોતી. “તે પિતાને જ બંધ કરશે. અને પિઢી દરેપેઢી એ ધંધો ઉતરશે, પૈસા આપણી પાસે નહીં દેખાય, પણ આપણું વારસદારને રોટલાની ચિંતા નહીં રહે. એ ખાત્રી હતી. જે આજે નથી. બેમાં વધારે પૈસાદાર કોણ? ૪ તત્ત્વ જ્ઞાન-વિજ્ઞાન
ભારતીય તત્ત્વજ્ઞાન વિષે પણ એમજ છે. તમામ ભારતીય સાહિત્ય એકઠું કરવામાં આવે, તે જુદા જુદા વિજ્ઞાનને લગતાં સંક્ષિપ્ત યા વિસ્તૃત અનેક ગ્રંથો મળી આવવાને સંભવ છે.
દુનિયામાં કોઈ પણ દેશની પ્રજાનું એટલું સંગીન, સિદ્ધ અને
૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org