________________
પરંતુ સર્વમાં એક રહે, એ વસ્તુસ્થિતિ વધારે ઉત્તમ છે. કોઈ પણ માણસને પિતાના વિકાસના દરજજાને માફક જે કોઈ પણ જાતને ધર્મ હોય, તે સર્વ મહાધર્મજ છે. છતાં આજ કાલ આ બાબતમાં ઘણી ઘણી બ્રમણાકારક વિચારશ્રેણીઓ ચાલે છે. આધુનિક વિદ્વાનોમાં તો એ ચાલે છે, એ હું જાણું છું. પરંતુ તેમાં મેટે શ્રમ લાગે છે, પરિણામે ધર્મભાવનાને ધકકો લાગી અધમનું પિષણ થવાને ખાસ સંભવ છે. “અમારે કોઈ ધર્મ તરફ પક્ષપાત નથી” “અત્યારની પ્રજાને બંધબેસતું ધર્મનું સ્વરૂપ કરવું જોઈએ” વિગેરે દલીલે ધર્માચરણમાંથી છટકવાના ન્હાના છે.
ચ ડ તા ઉ ત ર તા દ ર જજા. મહાધર્મ લગભગ તમામ માનવ સમાજને પહોંચી વળવાની જરૂરીઆત પ્રમાણે દેશ અને કાળ પ્રમાણે જેમ જુદી જુદી શાખા– પ્રશાખામાં વહેંચાઈ ગયો છે, તેણે પિતાની વિસ્તૃત અસરના મૂળ ઘણે જ ઉડે ઉડે નાખ્યા છે. તેમજ દરેક શાખાપ્રશાખાને એકત્ર કરી તેનું વર્ગીકરણ કરીએ, તે તેમાં ચડતા ઉતરતા દરજજા પણ માલૂમ પડશે, એટલે કે અમુક શાખાઓ વિકાસક્રમના ઉંચા દરજજા પર હશે, તે અમુક તેથી ઉતરતા દરજજાપર હશે, ત્યારે અમુક ઠેઠ નીચેના દરજજાપર હશે, ને અમુક છેક ટોચે હશે.
ખૂબ પ્રયત્ન કરી ક્રમસર ગઠવીએ, તે કઇ શાખા-પ્રશાખાનું વિકાસક્રમમાં કયાં સ્થાન છે? તે ચોકકસ નક્કી કરી જ શકીએ. આ કામ ઘણી જ શાંત, ઘણીજ વિવેક બુદ્ધિ, અને નિષ્પક્ષપાતપણે થવું જોઈએ. નહીંતર અહીં ઘણા વિવાદો થવાનો સંભવ છે. આઠમાની યેગ્યતાવાળાને દશમસ્થાનમાં મૂકી દઈએ કે, પાંચમાને પચ્ચાસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org