________________
ગુપ્ત રાખીને પિતાના કાર્યને પ્રતિષ્ઠા આપવા “ધર્મની રક્ષા ખાતર પોતે લડાઈ વિગેરે પ્રયત્નો કરે છે,” એવું દેખાડે છે. કેટલીક વખત–રાજા પણ એક રીતે એક વ્યક્તિ છે, તેની ધાર્મિક માન્યતાને ધક્કો પહોંચે તેવું કાઈનું વર્તન સાંખી શક્યા જેટલી તેની મનોદશા ન હોય, તેથી અને પાછળથી રાજદ્વારી કારણને ગે લડાઈ થઈ હોય, પરંતુ તે લડાઈ વ્યક્તિગત ગણાય. એવી રીતે ઘણી વાર બીજી બાબતોમાં પણ સામાન્ય વ્યક્તિઓ અથડાઈ પડે છે, તેથી એ ધર્મની લડાઇ ન કહેવાય. સૌ પોતપતાના ધર્મોમાં રહીને પાળે, બીજાને ડખલ ન કરે. બીજાએ ડખલ કરી હોય તે પણ બીજાને ડખલ ન કરવી એ વિચાર પિતાના ધર્મની રક્ષાનો છે, એમ સમજે. એટલે પછી ગમે તેટલા મત–મતાન્તરે અને શાખા-પ્રશાખાઓ છતાં કેઈપણ ઠેકાણે વિરોધને સંભવજ રહેતું નથી. સાથે સાથે કહેવું જ પડશે કે કેટલીક વખત કેટલાક ઇતિહાસ લેખકોએ સાચી ગષણા વિના, કેટલીક સાંભળેલી અને દંત કથા રૂપે ચાલી આવતી વાત લખી નાંખીને ગોટાળો ઉત્પન્ન કર્યો હોય છે. વિગતની સત્યાસત્યતા તપાસવામાં પણ ઘણી વખત ઓડડતયું હોય છે. અસ્તુ.
આ ઉપરથી સારાંશ એ કે–મહાધર્મની એકતાને અને તેની વ્યાપકતાને ક્ષતિ નથી પહોંચતી.એક પેઢીની શાખા-પ્રશાખાઓ વધે તેમાં પેઢીને શું નુકશાન? તે તે સ્થળની તે વખતની જરૂરીઆત પ્રમાણે તેના ભેદ-પ્રભેદ પડતા જાય, તેમાં મહાધર્મનું સ્થાયિત્વ કાયમ રહે છે. મહાધર્મની કેાઈ પણ શાખા પ્રશાખા અસ્તિત્વમાં આવીને માનવ જીવનમાં ઉતરે છે, ને એ રીતે માનવગણ મહામની સેવા કરતા રહે છે, ને પિતાનું કલ્યાણ આગળ વધારે છે. વાસ્તવિક રીતે ભેદ-પ્રમે કોઈ પણ રીતે વિકાસને રોધક નથી. ભેદ -પ્રભેદે માત્ર માનવ સ્વભાવનું ચિત્ર છે, તે ચિત્ર પ્રમાણે મહાધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org