________________
ડોશીઓ અને હજામેના ઉંટ વૈદાને ઠેકાણે, થોડાક અનુભવીઓ શિવાય, ડીગ્રીધારી કે વગર ડીગ્રીધારી ચિકિત્સકને હાથે થતા પ્રજાના આરોગ્યના નુકશાનના આંકડા તો એકવાર કઈ માંડી જુઓ !
હવા અજવાળાં વગરના અનારોગ્યકર જાના મકાનને બદલે આજના હવા અજવાળાવાળા ખર્ચાળ મકાનની આજુબાજુ સંકડામણ, એક મકાનમાં-માળામાં ઘણું માણસને રહેવું, અથવા બહુજ ટુંકા અવકાશમાં–જગ્યામાં રહેવું, ગટર, મીલના ધૂમાડા અને ગીચા વસ્તીમાં રહેવાના-છુપી રીતે ભયંકર ગંદકી સંઘરનાર આજકાલના માના વિચિત્ર જીવન સૈભાગ્યની તુલના તે કરો !
સાફ જાજરૂઓ વાપરવા મળે તેના બદલામાં ગટરના અપરિમીત ખાતરવાળા ફળ અને શાક ખાવાનું સૌભાગ્ય પણ આ સુધારાના જમાનાનીજ પ્રજાના ભાગ્યમાં છે.
જુદા જુદા મંદિરમાં આદર્શ તરીકેના દેવના દર્શનને બદલે નમાલી ચોપડીઓ અને છાપાંઓના સંગ્રહમાં આંબેની ખુવારી થાં ઓછી થાય છે ? અને જુદા જુદા ખાતાની ઓફીસેના ઓફીસરોના દર્શનમાં પૈસા અને વખત ક્યાં ઓછી વપરાય છે?
હેકા અને ચુંગીઓને ઠેકાણે વિવિધ પ્રકારની સીગારેટની અસાધારણ ચેપી અસર થાં ઓછી છે?
ભાંગ, ગાંજો અને અફીણને ઠેકાણે ચા, અને અનેક રીતે વપરાતા અનેક જાતના દારૂ જેવા રાક્ષસી અને બીજા કેફી પીણાઓની પાછળ થતા ખર્ચથી તથા થતી ખુવારીથી પ્રજા હવે ક્યાં અજાણ છે? વંશવારસાથી લશ્કરી તાલીમ વાળા સાહસિક લોકો દંડાય છે, ભૂખે મરે છે, અને નોકરીઓ કરી બહાદૂર છતાં ભૈયા તરીકે દિવસને મેટે ભાગ નવરા બેસી રહી, કે છેવટે મવાલીના ટોળામાં ભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org