________________
અણગમે ઉત્પન્ન કરવામાં આવ્યું હોય, તે જ બીજીને સ્થાન મળે. કઈ વસ્તુને તદન ત્યાગ થયે છે? કે જેને બદલે તેવીજ બીજી ભળતી વસ્તુ આવીને જનસમાજના જીવનમાં ન ગોઠવાઈ ગઈ હોય?
યુવાનને માબાપ અને ગુરુઓના અંકુશ નથી ગમતાં, પરંતુ શિક્ષકો, પ્રીન્સીપાલે અને ફેજદારી વિગેરે કાયદાઓના વધતા જતા દબાણે તેના કરતાં કેટલાયે ગણા ચડી જાય તેમ છે, છતાં તે સભ્યતાને નામે નભાવી લેવાય છે. દબાણનું તત્ત્વ બનેમાં છે. - સ્ત્રીઓને કામને જો ઘણો હતો, તે એ કરવા જતાં પુરુષે કે-જેઓ ખરી રીતે દેશની આર્થિક જરૂરીઆતો માટે ઉત્પાદક ધંધાઓમાં ઉપગી હતા–તે જ સ્ત્રીઓને સ્થાને ગોઠવાઈ ગયા. ઘાટી, પટેલે, અને રસોઈયાઓની સંખ્યા અને સ્થિતિ ધ્યાનમાં લે, એટલે સમજાશે. - સ્ત્રીઓના હાથમાં દયા અને ઉદ્યોગોને નામે ભરત, ગુંથણ, શીવણ જેવી ખર્ચાળ વસ્તુઓ આવી, પણ ઘરમાંના કામો અને તેમાંના ખાસ જરૂરી નાના મોટા ઉદ્યોગ નાશ પામ્યા. પાપડ, સેવ, અથાણા, અને એવી નાની મોટી ઘણી ચીજોના ગૃહઉપગી ઉદ્યોગ છુટતા જાય છે.
સ્ત્રીઓના પરસ્પરના ખાસ હેતુસર કલહને મેટું રૂપ આપી, અવિભક્ત કુટુંબ વ્યવરથી તરફ અણગમો ઉત્પન્ન કરવાથી, હવે સ્ત્રીઓને કુટુંબમાં એકલા રહેવાનું હોવાથી ખાસ પ્રસંગે બાળકોના રક્ષણ, અને ઘરની સ્વચ્છતા માટે મ્યુનિસીપાલીટી, દાક્તરો, અને સુવાવડખાનાઓના અંકુશ નીચે આવવું પડ્યું છે. અને ફેસલાઓ માટે કેટેનો આશ્રય લે પડે છે. સાસુના જરૂરી કે કાંઈક વધારે પડતા, પણ માનવતાને નહણતા અંકુશને બદલે, માનવતાને હણનારી એક જાતની ગુલામીનો ભાર વધતો જાય છે. શરીર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org