________________
અમારી સમજ પ્રમાણે જગમાં વિકાસ માર્ગ એકજ છે, તેથી ધર્મ પણ એકજ છે.”
આ શું? આટ-આટલા જુદા જુદા ધર્મો, અને તેની ભયંકર લડાઈઓના સુપ્રસિદ્ધ ઇતિહાસ એ બધું શું ખોટું? આવી તદ્દન સાચી વાત સામે આંખે પાટા બાંધવાથી શું ફાયદો?
આ વાત સત્યની સામે આંખે પાટા બાંધવા જેવી નથી. જે કે જગતમાં ઘણી બાબતોમાં એમ બનતું હશે, પરંતુ આ પ્રસંગે અમે આંખો મીંચીને ચલાળે જતા હોઈએ, એમ નથી લાગતું. અમારે એ ઈરાદો નથી, જાણી જોઇને આંખે પાટા બાંધવા, એ સભ્ય માણ સનું કામ નથી. અથવા અમારી સમજને દૃષ્ટિબિંદુ સમજી લે, પછી સમાધાન ન થાય, તે ઉપરના આક્ષેપ કરવામાં કદાચ તમને વ્યાજબી ગણી શકીએ. અમારું મન્તવ્ય જયાં સુધી સંપૂર્ણપણે રજુ કરવામાં નથી આવ્યું ને તે તમે શાંત સમતોલ મગજથી વિચારી જોયું નથી ત્યાં સુધી અમે પણ આક્ષેપ સાંભળવા શી રીતે તૈયાર રહી શકીએ?
કહે, કહે, તમારું મન્તવ્ય અને સમજ કહે.
અમારી સમજ અને મંતવ્ય એ છે કે ધર્મ જમમાં એકજ છે. માત્ર તેની જુદી જુદી શાખાઓ જુદા જુદા ધર્મોરૂપે ભાસે છે. એક મેટી વ્યાપારી પેઢીને કે જનસમાજને ઉપયોગી કાઈપણ સંસ્થાને મુખ્ય મથ્થક ઉપરાંત શાખાઓ અને પેટાશાખાઓ ઘણી હોય છે, છતાં તે બધી મળીને એકજ પેઢી કે એકજ સંસ્થા કહેવાય છે જેટલા વિકાસ સાધક રસ્તા છે, તે બધા મહાવિકાસરૂપ મ નેજ મળે છે, એટલે કે–તેનાજ ભેદ-પ્રભેદે છે, તે સમાં મહાધર્મ વ્યાપક થઈને વસેલે છે. વિકાસ સાધવાના ઉદ્દેશથી, વિકાસ સાધી આપનારા જુદા જુદા ધર્મોનું વિકાસ સાધક રીતે પાલન કરવાથી, પરિણામે તે એકજ મહાધર્મની સેવા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org