________________
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૭૧.ચારિત્ર મોહનીય પ્રકૃતિઓને ઉપશમાવવા માટે શું કાર્ય કરે ? ઉત્તર સાતમા ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણ આઠમા ગુણસ્થાનકે અપૂર્વક અને
નવમા ગુણસ્થાનકે અનિવૃત્તિકરણ કરે છે. પ્રશ્ન ૫૭૨. પુરુષવેદે ઉપશમ શ્રેણી આરંભનાર પ્રકૃતિઓ કઈ રીતે
ઉપશમાવે ? ઉત્તર પહેલા નપુંસકવેદ પછી સ્ત્રીવેદ ત્યારબાદ હાસ્યાદિ છે અને ત્યારપછી
પુરુષવેદ ઉપશમાવે છે. પ્રમ ૫૭૩. સ્ત્રીવેદે ઉપશમશ્રેણી આરંભે તે કઈ રીતે ઉપશમાવે ? ઉત્તર પહેલા નપુંસકવેદ પછી પુરુષવેદ ત્યારબાદ હાસ્યાદિ ૬ અને ત્યારબાદ સ્ત્રી
વેદ ઉપશમાવે છે. પ્રશ્ન ૫૭૪. નપુંસકવેદે ઉપશમ શ્રેણી આરંભે તો પ્રકૃતિઓ કઈ રીતે
ઉપશમાવે છે ? ઉત્તર નપુંસકવેદે આરંભનાર પહેલા સ્ત્રીવેદ ત્યારબાદ પુરુષવેદ ત્યારબાદ
હાસ્યાદિક ૬ અને ત્યારબાદ નપુંસકવેદ ઉપશમાવે છે. પ્રશ્ન ૫૭૫. આ પ્રકૃતિઓનો ઉપશમ ક્યા ગુણસ્થાનકે થાય ? ઉત્તર નવમાં ગુણસ્થાનકના સંખ્યાતા-સંખ્યાતા સમયોને આંતરે નપુંસકવેદ આદિ
પ્રકૃતિઓ ઉપશમે છે. પ્રશ્ન ૫૭૬. આ ત્રણેય વેદવાળા પછી કઈ પ્રકૃતિઓ ઉપશમાવે ? ઉત્તર વેદના ઉપશમ બાદ અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય ક્રોધને ઉપશમાવે
ત્યારબાદ સંજવલન ક્રોધને ઉપશમાવે ત્યારબાદ અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય માનને ઉપશમાવે ત્યારબાદ સંજવલન માનને ઉપશમાવે ત્યારબાદ અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાની માયાને ઉપશમાવે ત્યારબાદ સંજવલન માયાને ઉપશમાવે ત્યારબાદ અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય
લોભને ઉપશમાવે. પ્રશ્ન ૫૭૭. સંજવલન લોભને ઉપશમાવતા કેટલા ભાગ કરે ? ક્યા ? ઉત્તર ત્રણ ભાગ કરે? અશ્વકરણાધા ૨. કિટ્ટિકરણાધ્યા
૩. કિટ્ટિવેદનાધા પ્રશ્ન ૫૭૮.નવમા ગુણસ્થાનકે સંજવલન લોભના કેટલા ભાગ
ઉપશમાવે ? ક્યા ? સંજવલન લોભને ત્રણ ભાગમાંથી બે ભાગ ૧. અશ્વકરણોધ્ધા અને ૨ કિટ્ટી કરણોધ્ધા આ બે ભાગને ઉપશમાવે ત્યારે બાદર સંજવલન લોભનો ઉપશમ થતાં નવમા ગુણ સ્થાનકનો કાળ પૂર્ણ થાય.
,
,
,
,
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org