________________
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪
४८ પ્રશ્ન ૩૦૫. અનંત પ્રદેશ સ્કંધો એટલે કેટલા અનંતા જાણવા ? ઉત્તર એ સ્કંધો અભવ્યથી અનંતગુણ અને સિદ્ધથી અનંતમાભાગ જેટલા
પરમાણુઓથી બનેલી વર્ગણારૂપ સ્કંધોને એટલે એવા એક એક કંધો હોય તેવા સ્કંધો અભવ્યથી અનંતગુણા અને સિદ્ધના અનંતમાભાગ જેટલા પ્રતિ
સમયે ગ્રહણ કરે છે. પ્રમ ૩૦૬.જીવ કયાં રહેલા પ્રદેશોને ગ્રહણ કરે છે? ઉત્તર જીવજે આકાશપ્રદેશને અવગાહીને રહેલો હોય છે ત્યાં રહેલા એટલે તે
આકાશપ્રદેશ પર રહેલા કાશ્મણ વર્ગગાના પુદ્ગલોને જીવો ગ્રહણ કરે છે. પ્રમ ૩૦૭. શા કારણથી પુદ્ગલ દ્રવ્ય લાગે છે? ઉત્તર આત્મા રાગાદિ સ્નેહ ગુણના યોગવાળો હોવાથી તે કાર્મણ વર્ગણાના પગલા
દ્રવ્યો તરત જ લાગી જાય છે. પ્રશ્ન ૩૦૮. અનાર પછીના પરસ્પર પ્રદેશ અવગાઢમાં રહેલા
પુગલોને કેમ ગ્રહણ કરતો નથી ? શાથી ? ભિન્ન દેશમાં રહેલા કર્મ પુદગલ દ્રવ્યને ગ્રહણ કરવાના પરિણામનો અભાવ હોવાથી ગ્રહણ કરતો નથી. જેમ અગ્નિ જે પ્રદેશમાં હોય તે પ્રદેશના યોગ્ય પુદ્ગલોને જ પરિણામ પમાડે છે તેમ જીવ પણ સ્વક્ષેત્રમાં જ રહેલાં દ્રવ્ય
પુદ્ગલને ગ્રહણ કરે છે પણ અનંતર પરંપર ક્ષેત્રના નહિ. પ્રશ્ન ૩૦૯. જીવ એક આત્મપ્રદેશ વડે પુદગલ ગ્રહણ કરે ? કે બધાય
પ્રદેશો વડે ગ્રહણ કરે ? ઉત્તર જીવ એક આત્મપ્રદેશ વડે બે આદિ આત્મપ્રદેશો વડે ગ્રહણ કરતો નથી પણ
સર્વ આત્મપ્રદેશો વડે તે સ્થાનમાં રહેલા તે તે પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરે છે. પ્રશ્ન ૩૧૦. એક અધ્યવસાયથી ગ્રહણ કરેલા દલીકોના કર્મરૂપે કેટલા
કેટલા ભાગ થાય ? ઉત્તર એક અધ્યવસાયથી ગ્રહણ કરેલ દલીકનાં જો આઠ કર્મ બાંધતો હોય તો
આઠ ભાગ થાય, સાત કર્મ બાંધતા સાત ભાગ થાય, છ કર્મ બાંધતા છે
ભાગ થાય અને એક કર્મ બાંધતા એક ભાગ થાય છે. પ્રમ ૩૧૧.આઠ કર્મમાં સૌથી ઓછા દલિકો કયા કર્મને મળે ? શાથી? ઉત્તર આયુષ્ય કર્મને સૌથી ઓછા દલિકો મળે કારણકે મૂળ કર્મોમાં આઠ કર્મના
બંધના કારણે સૌથી ઓછા એના ભાગે દલિકો આવે. પ્રમ ૩૧૨.આયુષ્ય કર્મ બાદ કયા કર્મોને કેટલા દલિતો મળે? શાથી? ' ઉત્તર નામ અને ગોત્ર કર્મને દલિકો બંનેને સરખા પણ આયુષ્ય કર્મ કરતાં અધિક
મળે છે. કારણ કે સાત કર્મ બાંધતા એક કર્મ ઓછું બંધાય તેના કારણે જ દલિકો અધિક મળે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org