SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ગ્રહણ યોગ્ય સુક્ષ્મ તેનાથી આહારક અગ્રહણ યોગ્ય સુક્ષ્મ એમ ક્રમસર દરેક વર્ગણાઓ સુક્ષ્મ બનતાં બનતાં છેલ્લી કાર્પણ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ સુક્ષ્મતર હોય છે. પ્રશ્ન ૨૬૮ આ રીતે અવગાહના સુક્ષ્મ થવાનું કારણ શું ? ઉત્તર શાસ્ત્રોમાં જણાવેલ છે કે પુદ્ગલ દ્રવ્યોમાં જેમ જેમ પરમાણુઓ અધિક અધિક પ્રાપ્ત થાય તેમ તેમ તે દ્રવ્યોનો સુક્ષ્મ સુક્ષ્મત્તર પરિણામ પ્રાપ્ત થાય છે એટલે કે જેમાં પરમાણુઓ અધિક તેમ તેને રહેવાની જગ્યા ઓછી જોઇએ માટે સુમ કહેવાય છે. પ્રભ ૨૬૯. ગ્રહણ યોગ્ય વર્ગણા સિવાયની બીજી વર્ગણાઓ કેટલી હોય? કઈ ? ઉત્તર ગ્રહણ યોગ્ય વર્ગણાઓ સિવાયની સોળ વર્ગણાઓ બાદ બીજી દશ વર્ગણાઓ હોય છે તે આ પ્રમાણે ... ૧. ધ્રુવ અચિત વર્ગણા ર. અધુવ અચિત વર્ગણા ૩. શૂન્ય વર્ગણા ૪. પ્રત્યેક શરીર આશ્રિત વર્ગણા ૫. શૂન્ય વર્ગણા ૬, બાદર નિગોદ આશ્રિત વર્ગના ૭. શુન્ય વર્ગણા ૮. સુક્ષ્મ નિગોદ આશ્રિત વર્ગણા ૯. શુન્ય વર્ગણા ૧૦. અચિત્ત મહાત્કંધની વર્ગણાઓ હોય. પ્રશ્ન ૨૭૦. પહેલી ત્રણ વર્ગણાઓ કેટલા પરમાણુઓવાળી હોય ? ઉત્તર પહેલી ત્રણ વર્ગણામાં જે જઘન્ય વર્ગણાની સંખ્યાને સર્વ જીવોની (આઠમા અનંતાની સંખ્યાએ ગુણીએ અને જે સંખ્યા આવે તેટલા અધિક પરમાણુ ઓની બનેલી વર્ગણા તે ઉત્કૃષ્ટ વર્ગણાઓ જાણવી. પ્રશ્ન ૨૭૧.છેલ્લી સાત વર્ગણાઓ કેટલા પરમાણુઓવાળી હોય ? ઉત્તર છેલ્લી સાત વર્ગણામાં જઘન્યની વર્ગણાથી અસંખ્ય ગુણ પરમાણુઓ અધિકની વર્ગણા ઉત્કૃષ્ટ વર્ગના જાણવી. પ્રશ્ન ૨૭૨. આ દશે વર્ગમાઓની અવગાહના કેટલી હોય ? ઉત્તર દશેય વર્ગણાઓની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. પ્રશ્ન ૨૭૩. ધ્રુવ આદિ વર્ગણાઓ કઈ રીતે હોય ? ઉત્તર ધ્રુવ વણાઓ કાયમી હોય છે. અધુર વર્ગગાઓ ભજનાએ હોય છે એટલે કે હોય અથવા ન પણ હોય. શૂન્ય વર્ગગાઓ હોય જ નહિ. પ્રશ્ન ૨૭૪. અચિત મહાત્કંધની વર્ગણાઓ ક્યાં હોય? ક્યારે જ્યારે હોય? ઉત્તર અચિત્ત મહાત્કંધની વર્ગણાઓ જ્યારે જીવો ઓછા હોય ત્યારે વધારે હોય અને જીવો વધારે હોય તો વર્ગણાઓ ઓછી હોય પર્વતો અને શિખરોને આશ્રિતે રહેલી હોય છે. પ્રશ્ન ૨૭૫. કર્મપ્રકૃતિ ચૂર્ણમાં વર્ગણાઓમાં શું ફેરફાર છે ? ઉત્તર કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં ઔદારિક અને વૈકીયની વચલી તથા વૈક્રીય અને ' અહારકની વચલી એ બે અગ્રહણ યોગ્ય વર્ગનાઓ માની નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy