________________
કર્મગ્રંથ પાંચમો ભાગ ૪
૩૦
પ્રશ્ન ૨૧૭.મુલ કર્મ અને ઉત્તર પ્રકૃતિનાં થઈને કુલ કેટલા ભાંગા થાય ?
ઉત્તર
આઠ મૂલ કર્મના જધન્યાદિ બંધના
૧૨૦ ઉત્તર પ્રકૃતિના જઘન્યાદિ બંધના
કુલ
૮૦ ભાંગા ૧૦૫૪ ભાંગા
૧૧૩૪ ભાંગા
પ્રશ્ન ૨૧૮. કુલ ભાંગામાં જઘન્ય બંધના ભાંગા કેટલા થાય ?
ઉત્તર
મૂલ આઠ કર્મો તથા ઉત્તર પ્રકૃતિઓ ૧૨૦ એમ કુલ ૧૨૮ પ્રકૃતિઓમાં બબ્બે ભાંગા જઘન્યનાં થાય સાદિ-અધ્રુવ ૧૨૮ X ૨ = ૨૫૬ જન્ય બંધના માંગા થાય.
પ્રશ્ન ૨૧૯.અજઘન્ય બંધના કુલ બાંગા કેટલા થાય ? કયા ?
ઉત્તર
૪૮ × ૪
મુલ કર્મ-૫ (જ્ઞાના-દર્શના-મોહનીય-અંતરાય-ગોત્ર) તથા ધ્રુવબંધિની ૪૩ પ્રકૃતિઓ એમ ૫ + ૪૩ = ૪૮ પ્રકૃતિઓમાં અજઘન્યના ચાર ચાર ભાંગા ૧૯૨ થાય. તથા મૂલ કર્મ બાકીના ૩ તથા ધ્રુવબંધિની ૪ પ્રકૃતિઓ અને અધ્રુવબંધીની ૭૩ = ૮૦ પ્રકૃતિઓમાં અજઘન્યનાં બબ્બે ભાંગા ગણતાં ૮૦ X ૨ = ૧૬૦ થાય. આ રીતે ૧૯૨ + ૧૬૦ = ૩૫૨ અજઘન્યબંધના ભાંગા થાય.
=
પ્રશ્ન ૨ ૨૦. અનુત્કૃષ્ટ બંધના કુલ ભાંગા કેટલા હોય ? કયા ?
ઉત્તર
મુલ કર્મના-૩ (વેદનીય-નામ-ગોત્ર) તથા ધ્રુવબંધીની ચાર પ્રકૃતિઓ સાથે સાતમાં ચાર ચાર ભાંગા ૭ X ૪ = ૨૮ થાય તથા તે સિવાય મૂલ કર્મ -૫ અને ઉત્તર પ્રકૃતિઓ ૧૧૬ એમ ૧૨૧ પ્રકૃતિઓમાં બબ્બે ભાંગા ગણતા ૧૨૧ X ૨ = ૨૪૨ થાય. આ રીતે ૨૮ + ૨૪૨ = ૨૭૦ ભાંગા થાય. પ્રશ્ન ૨૨૧. ઉત્કૃષ્ટ બંધના કુલ કેટલા ભાંગ થાય ? કયા ? મૂલ કર્મ
ઉત્તર
-૮ + ઉત્તર પ્રકૃતિઓ ૧૨૦ = ૧૨૮ પ્રકૃતિઓમાં બબ્બે ભાંગા ગણતા ૧૨૮ X ૨ ૨૫૬ ભાંગા થાય છે.
પ્રશ્ન ૨ ૨ ૨. ચારેય બંધના કુલ ભાંગા કેટલા થાય ?
ઉત્તર
જઘન્ય બંધના ૨૫૬ + અજઘન્ય બંધના ૩૫૨ + અનુત્કૃષ્ટ બંધના ૨૭૦ + ઉત્કૃષ્ટબંધના ૨૫૬ = ૧૧૩૪ થાય છે.
ઉત્તર
પ્રશ્ન ૨ ૨૩. બધાય ભાંગામાં સાદિબંધના ભાંગા કેટલા થાય ? કયા કયા ? મુલ કર્મનાં ૮ + ઉત્તર પ્રકૃતિના ૧૨૦ = ૧૨૮ પ્રકૃતિઓને વિષે જઘન્યાદિ ચારે બંધમાં સાદિ ભાંગા હોય છે. તેથી ૧૨૮ X ૪ = ૫૧૨ સાદિબંધના ભાંગા થાય છે.
ઉત્તર
પ્રશ્ન ૨૨૪,બધાય ભાંગામાં અનાદિ બંધના ભાંગા કેટલા થાય ? કયા ? મુલ કર્મ ૭ના (આયુષ્ય સિવાયના) ૮ ભાંગા (ગોત્રના બે ભાંગા થાય છે તથા ધ્રુવબંધિની ૪૭ પ્રકૃતિઓમાં એક એક ભાંગો એમ ૮ + ૪૭ - ૫૫ અનાદિ બંધના ભાંગા થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org