________________
૧૯
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૯૯. સાસ્વાદન ગુણસ્થાનકે જઘન્ય રસ શાથી ન બંધાય ? ઉત્તર થીણબ્લીનિક આદિ આઠ પ્રકૃતિઓમાંથી સાત પ્રકૃતિઓ બીજા ગુણસ્થાનકના
અંતે જાય છે. પણ બીજા ગુણસ્થાનકના પરિણામ ઉજજવળ છે. છતાં પતિત
પરિણામી હોવાથી આ પ્રકૃતિઓનો જઘન્ય રસ બાંધતા નથી. પ્રશ્ન ૧૦૦થીણીરિક આદિ આઠ પ્રકૃતિઓનો રસ બીજા
ગુણસ્થાનકકે કયા રસે બંધાય? શાથી? બીજા ગુણસ્થાનકે થીગથ્વીવિકા આદિ આઠ પ્રકૃતિઓ મધ્યમ રસે બંધાય છે. કારણકે આ આઠ પ્રકૃતિઓ અશુભ હોવાથી આ પ્રકૃતિઓનો જઘન્ય રસ જે વિશુદ્ધિથી બંધાય તેવી વિશુદ્ધિ બીજા ગુણસ્થાનકે ન હોવાથી ત્યાં મધ્યમ રસે
બંધાય છે. પ્રમ ૧૦૧. અપ્રત્યાખ્યાની ચાર કષાયનો જઘન્ય રસબંધ કોણ કરે ? ઉત્તર અપ્રત્યાખ્યાની ચાર કષાયો જઘન્ય રસબંધ અવિરતિ સમદ્રષ્ટિ જીવો
અવિરતિ ગુણસ્થાનકના અંત સમયે દેશ વિરતિની સન્મુખ થયેલા કરે છે. પ્રશ્ન ૧૦૨. અપ્રત્યાખ્યાનીય ૪ કષાયનાં જધન્ય રસબંધમાં કોઈ મતાંતર
છે ? કયો ? ઉત્તર મતાંતર છે તે આ પ્રમાણે : અવિરતિ ગુણસ્થાનકના છેલ્લા સમયે
સર્વવિરતિની સન્મુખ થયેલા જીવો જઘન્ય રસબંધ કરે છે. તત્ત્વ કેવલી
ભગવંતો જાણે. પ્રશ્ન ૧૦૩. અપ્રત્યાખ્યાનીય ૪ કવાયનાં જઘન્ય રસબંધમાં મતાંતર સાથે
શું તફાવત જાણવો ? ઉત્તર જઘન્ય રસબંધમાં દેશવિરતિની સન્મુખવાળા જીવોને જે વિશુદ્ધિ હોય છે. તેનાથી
સર્વવિરતિની સન્મુખવાળા જીવોને વિશુદ્ધિ વધારે હોય તે તફાવત જાણવો. પ્રશ્ન ૧૦૪. પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો જઘન્ય રસબંધ કોણ કરે ? ઉત્તર પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો જઘન્ય રસબંધ સર્વ વિરતિને સન્મુખ થયેલો
દેશવિરતિ ગુણસ્થાનકના છેલ્લા સમયે વિદ્યમાન મનુષ્યો કરે છે. પ્રશ્ન ૧૦૫. પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો જઘન્ય રસબંધ અવિરતિ
સમદ્રષ્ટિ જીવો કરી શકે ? શાથી? ઉત્તર અવિરતિ સમદ્રષ્ટિ જીવો પ્રત્યાખ્યાનીય કષાયને બાંધે છે. પણ જઘન્ય
રસબંધ કરી શકે નહીં કારણ કે અવિરત સમદ્રષ્ટિ જીવો કરતાં દેશવિરત જીવોને અનંતગુણ વિશુદ્ધિ વધારે હોય છે. તે કારણથી અવિરતિ સમદ્રષ્ટિ
જીવો જેટલો રસ બાંધે તેના કરતાં દેશવિરતિ જીવો મંદરસ બાંધે છે. પ્રશ્ન ૧૦૬.અરતિશોક મોહનીયનો જઘન્ય રસબંધ કોણ કરે ? ઉત્તર આ બે પ્રકૃતિનો જઘન્ય રસબંધ પ્રમત્ત સંયતથતિ અપ્રમત્તાભિમુખ થયેલા
પોતાના ગુણસ્થાનકના અંત સમયે કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org