________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
૩૦૨. સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે ? ક્યારે ? કઈ રીતે ?
૭૮
ઉત્તર તાત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન તિર્યંચો અને મનુષ્યો કરે છે.
૩૦૩.નરકાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધે ? ક્યારે ? ઉત્તર તાત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન તિર્યંઓ અને મનુષ્યો કરે છે.
૩૦૪, નરકાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તત્ પ્રાયોગ્ય સંકિલષ્ટ અધ્યવસાય શા માટે ?
ઉત્તર આયુષ્ય કર્મનો બંધ મધ્યમ કક્ષાયનાં (ઘોલનાં) પરિણામમાં થાય છે. અતિ સંક્લિષ્ટ અધ્યવસાયમાં તથા અત્યંત વિશુદ્ધ અધ્યવસાયમાં આયુષ્યનો બંધ કોઈ પણ જીવને થતો નથી. તેનો નિષેધ છે તે કારણથી તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાય હેલાં છે.
૩૦૫, તિર્યંચાયુષ્ય મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કયા જીવો કયા અધ્યવસાયથી કરે ?
ઉત્તર તિર્યંચાયુષ્ય તથા મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તત્ પ્રાયોગ્ય વિશુદ્ધ અધ્યવસાયમાં વિદ્યમાન તિર્યંચો તથા મનુષ્યો કરે છે.
૩૦૬. તિર્યંચાયુષ્ય તથા મનુષ્યાયુષ્યનો બંધ દેવતા તથા નારકીનાં જીવો પણ કરે છે ? તો શા માટે ? મનુષ્યો તથા તિર્યંચો ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે એમ કહેલ છે ?
ઉત્તર દેવતા તથા નારકીનાં જીવો તિર્યંચાયુષ્ય તથા મનુષ્યાયુષ્યનો બંધ કરે છે પણ તેઓ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત્રણ પલ્યોપમની (યુગલિક મનુષ્યો-તિર્યંચોની) બાંધતા નથી. તેઓ મરીને યુગલિક થતાં ન હોવાથી બંધ કરતાં નથી.
૩૦૭. દેવગતિ-દેવાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો ક્યા અધ્યવસાયમાં હોય ત્યારે કરે ?
ઉત્તર તપ્રાયોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન મનુષ્યો તથા તિર્યંચો
કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org