________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૨૯૪.ક્યા પ્રકારનાં અપ્રમત્તયતિ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
આહારકથ્વિકનો કરે? શાથી? ઉત્તર આહારદ્ધિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમત્તઅભિમુખ થયેલ
અપ્રમત્તયતિ કરે છે કારણકે દરેક પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ કહેલ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ હોવાથી સંકલેશ અધ્યવસાયથી બંધાય. આ જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધિવા સંક્લેશ અવસ્થા
પ્રમત્તાભિમુખ થાય ત્યારે આવે છે. ૨૯૫. દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો કરે? શાથી? ઉત્તર દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વકોડ વર્ષના આયુષ્યવાળો મનુષ્ય
સર્વવિરતિ સ્વીકારી પ્રમત્ત ગુણસ્થાનકથી અપ્રમત્તાભિમુખ બનેલો પોતાનાં આયુષ્યના બે ભાગ ગયા બાદ ત્રીજે ભાગે વર્તમાન હોય
ત્યારે તેના પહેલાં સમયે બંધ કરે છે. ર૯૬ દેવાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં અપ્રમત્તાભિમુખતાની
જરૂરત શા માટે ? ઉત્તર દેવાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ શુભ કહેલી છે. શુભ પ્રકૃતિઓની સ્થિતિ
વિશુદ્ધિ વડે બંધાય છે અને તે વિશુદ્ધિ અપ્રમત્તાભિમુખ થયેલા
જીવોને હોય છે. તે કારણથી તે જીવો બાંધે એમ જણાવેલ છે. ૨૯૭. બાકીની ૧૧૬ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા
જીવો કરે ? ઉત્તર આ ચાર પ્રકૃતિઓ સિવાયની બાકીની ૧૧૬ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે (સર્વ પર્યાતિથી પર્યાપ્ત તથા સર્વ
સંકિલષ્ટ જીવો કરે છે.). ૨૯૮. મિથ્યાદ્રષ્ટિ જીવો જે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે
છે તે સંક્લેશથી કરે છે કે તેમાં કાંઈ અપવાદ છે? ઉત્તર મિથ્યાદ્રષ્ટિ જીવો જે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે તે પ્રાય:
કરીને સંલેશ અધ્યવસાય વડે થાય. કારણકે તિર્યંચાયુષ્ય તથા મનુષ્પાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તત્ પ્રાયોગ્ય વિશુદ્ધ અધ્યવસાય વડે થાય છે. તે કારણથી શુભ પ્રકૃતિ હોવાથી તેની સ્થિતિ પણ શુભ કહેલી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org