________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
૫૬૭. અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કયા જીવો કરતાં વિશેષ હોય ?
૧૪૮
ઉત્તર અસની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોના જઘન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે.
૫૬૮.અસની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો કરતાં વિશેષ હોય ?
ઉત્તર અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય
છે.
૫૬૯. યતિ (સંયમી) જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કયા જીવો કરતાં કેટલો વિશેષ હોય ?
ઉત્તર યુતિ (સંયમી) જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો હોય છે.
૫૭૦. યતિ (સંયમી) જીવોનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે તે ક્યા ગુણસ્થાનકવાળા યતિ જીવો ગ્રહણ કરવા ?
ઉત્તર યતિ (સંયમી) જીવોનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે તે છઠ્ઠા ગુણસ્થાનકવાળા પ્રમત્ત યતિ જીવોનો સ્થિતિબંધ જાણવો.
૫૭૧. યતિ (સંયમી) જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણો શાથી ?
ઉત્તર અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હજારગુણો હોય છે. જ્યારે પિત જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંત: કોડાકોડી સાગરોપમનો હોય છે તે કારણથી સંખ્યાતગુણો થાય છે.
૫૭૨.દેશવિરતિ જીવોનો જધન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય ?
ઉત્તર દેશવિરત જીવોનો જધન્ય સ્થિતિબંધ પ્રમત્ત સંયમી જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાત ગુણો હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org