SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમ ભાગ-૩ ૧૩૭ ઉત્તર ૫૧૨. એક હજાર ચુમોતેરમાંથી અજઘન્ય બંધનાં ભાંગા કેટલાં હોય ? કયા ? ઉત્તર મૂળ કર્મો-૮ તથા ૧૨૦ પ્રકૃતિઓ સાથે ૧૨૮ થાય તેમાં મૂળ કર્મો - ૭માં અજઘન્ય બંધના ચાર-ચાર ભાગા ગણતાં ૨૮ થાય તથા એકવીશ પ્રકૃતિઓમાંથી અઢાર પ્રકૃતિઓમાં અજઘન્ય બંધના ચાર-ચાર ભાંગા ગણતાં ૭૨ ભાંગા થાય તે બન્નેને ભેગાં કરતાં ૧૦૦ ભાંગા થયા તથા બાકીની ૧૦૨ પ્રકૃતિઓ અને મૂળ આયુષ્યકર્મ એમ ૧૦૩માં અજઘન્ય બંધના બબ્બે ભાંગા થાય તે કારણે ૧૦૩ x ૨=૨૦૬ ભાંગા થાય. ૨૦૬+૧૦૦=૩૦૬ ભાંગા થાય છે. ૫૧૩. એક હજાર ચુમોતેર ભાંગામાંથી અનુત્કૃષ્ટ બંધના ભાંગા કેટલાં થાય? કયા? એક હજાર ચુમોતેર ભાંગામાંથી અનુવૃષ્ટ બંધના ૨૫૬ ભાંગા થાય છે તે આ પ્રમાણેમૂળ કર્મો-૮ + તથા ૧૨૦ પ્રકૃતિઓ = ૧૨૮ ૧૨૮માં અનુષ્ટ બંધના બબ્બે ભાંગા ગણતાં ૧૨૮ x ૨=૨૫૬ ભાંગા થાય. ૫૧૪. એક હજાર ચુમોતેર ભાંગામાંથી ઉત્કૃષ્ટ બંધના ભાંગા કેટલાં થાય? કયા? ઉત્તર ઉત્કૃષ્ટ બંધના ૨૫૬ ભાંગા થાય છે. મૂળ કર્મો-૮ તથા ૧૨૦ પ્રકૃતિ સાથે ૧૨૮ થાય. તે ૧૨૮માં ઉત્કૃષ્ટ બંધના દરેકના બબ્બે ભાગ કરતાં ર૫૬ ભાંગા થાય છે. ૫૧૫. એક હજાર ચુમોતેર ભાંગા જઘન્યાદિ બંધના થઈને કઈ રીતે થાય ? તે સંખ્યાથી કઈ રીતે હોય? ઉત્તર જઘન્ય બંધના ૨૫૬, અજઘન્ય બંધના ૩૦૬, અનુત્કૃષ્ટ બંધના ૨૫૬, ઉત્કૃષ્ટ બંધના ૨૫૬ = ૧૦૭૪ થાય છે. ૫૧૬. એક હજાર ચુમોતેર ભાંગામાં સાદિભાંગા કેટલાં થાય ? ઉત્તર સાદિભાંગા આ પ્રમાણે જાણવા : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy