________________
કર્મગ્રંથ પમ ભાગ-૩
ઉત્તર વેદનીય કર્મની અષાયી સ્થિતિ : ઉપશાંતમોહ, લીગમોહ અને
સયોગી કેવલી ભગવંતોને એટલે કે ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકમાં
રહેલા જીવોને બંધાય છે. ૧૦. વેદનીય કર્મની સકષાયી જઘન્ય સ્થિતિ કેટલી હોય? ઉત્તર વેદનીય કર્મની સકષાયી જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની હોય છે. ૧૧. નામકર્મ તથા ગોત્રકર્મની જઘન્ય સ્થિતિ કેટલી હોય? ઉત્તર નામકર્મ તથા ગોત્રકર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની હોય છે. ૧૨. એક મુહૂર્ત એટલે કેટલો કાળ ગણાય? ઉત્તર એક મુહૂર્ત એટલે બે ઘડી કાળ ગણાય છે. ૧૩. એક ઘડી કાળમાં કેટલી મિનિટ ગણાય ? ઉત્તર એક ઘડી કાળમાં ચોવીશ મિનિટ ગણાય છે. ૧૪. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય - મોહનીય અને અંતરાય
કર્મ આ ચાર ઘાતી કર્મોની જઘન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય - મેહનીય તથા અંતરાય કર્મ આ ચાર
ઘાતી કર્મોની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની હોય છે. ૧૫. આયુષ્ય કર્મની જઘન્ય સ્થિતિ કેટલી હોય ? ઉત્તર આયુષ્ય કર્મની જઘન્ય સ્થિતિ એક અંતરમુહૂર્તની હોય છે. ૧૬. અંતરમુહૂર્ત એટલે કેટલો કાળ ગણાય ? ઉત્તર અંતમુહૂર્ત એટલે બે ઘડી કાળ પ્રમાણની અંદરનો કાળ ગણાય છે? ૧૭. અબાધાકાળ કોને કહેવાય ? ઉત્તર બંધાયેલું કર્મ જેટલી સ્થિતિનું હોય તે કેટલા કાળ સુધી ઉદયમાં ન
આવે તે કાળને અબાધાકાળ કહેવાય છે. ૧૮. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય-અંતરાય કર્મનો
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અંતરાય કર્મનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ત્રણ
હજાર વર્ષનો હોય છે. જઘન્ય અબાધાકાળ એક અંતરમુહૂર્તનો હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org