SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કર્મગ્રંથ-૫ બંધ ૨, અવસ્થિત બંધ ૩, તથા અવકતવ્ય બંધ બે એમ કુલ નવ બંધસ્થાને પ્રાપ્ત થાય છે. પ્રશ્ન પપ. દર્શનાવરણીય કર્મને પહેલે ભૂયસ્કાર બંધ કઈ રીતે થાય? ઉત્તર : દર્શનાવરણય કર્મને પહેલે ભૂયસ્કાર બંધ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે: કેઈ ભવ્ય જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ આઠમા ગુણસ્થાનકના બીજા ભાગ પછી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગને પ્રાપ્ત કરે ત્યારે ચાર પ્રકૃતિએના બંધમાંથી છ પ્રકૃતિએને બંધ કરે છે તે પહેલે ભૂયસ્કાર બંધ કહેવાય છે. પ્રશ્ન ૫૬. દર્શનાવરણીય કર્મને પહેલે ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે ? ઉત્તર : દર્શનાવરણીય કર્મને પહેલે ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત આ પ્રમાણે થાય છે. કેઈ ભવ્ય જીવ ઉપશમણી પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ દશમા, નવમા કે આઠમા ગુણસ્થાનકના બીજા ભાગ સુધી આવી કાળ કરી વૈમાનિક દેવલેકમાં ઉત્પન્ન થાય ત્યાં ચાર પ્રકૃતિઓને બંધ જે કરતા હતા તેમાંથી છ પ્રકૃતિઓને બંધ કરે છે તે ૧લે ભૂયસ્કાર બંધ કહેવાય. પ૭. દર્શનાવરણીય કર્મને બીજે ભૂયસ્કાર બંધ કઈ રીતે થાય છે? ઉત્તર : કોઈ જીવ પશમ સમકિત પ્રાપ્ત કરે ત્યારે તે દર્શનાવરણીય કર્મની છ પ્રકૃતિઓને બંધ કરતે હોય છે તે જીવ પતન પામી મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તે નવ પ્રકૃતિએને બંધ કરે છે તે બીજે ભૂયસ્કાર બંધ કહેવાય. પ્રશ્ન ૫૮, દર્શનાવરણય કર્મમાં બીજો ભૂયસ્કાર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે? ઉત્તર : દર્શનાવરણીય કર્મમાં બીજે ભૂયસ્કાર બીજી રીતે પણ પ્રાપ્ત થઈ શકે છે તે આ પ્રમાણે કઈ લઘુકમી ભવ્ય જીવ ઉપશમ સમતિ પ્રાપ્ત કરે અને તે વખતે દર્શનાવરણીય ફર્મની છ પ્રકૃતિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy