________________
પ્રશ્ન ૧૦ મૂલકર્મને બીજે ભૂયસ્કાર બંધ બીજી રીતે થઈ શકે? કઈ રીતે ?
ઉત્તર : મૂલ કર્મને વિષે બીજે ભૂયસ્કાર બંધ બીજી રીતે પણ ઘટે છે તે આ પ્રમાણે કઈ ભવ્ય જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમાં ગુણસ્થાનકે એક પ્રકૃતિને બંધ કરતાં કાળ કરી વૈમાનિક દેવકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં ઉત્પન્ન થતાની સાથે જ સાત કર્મને બંધ કરે છે તેના પ્રથમ સમયે બીજે ભૂયસ્કાર બંધ ગણાય છે.
પ્રશ્ન ૧૧ : મૂલ કર્મને વિષે બીજે ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થઈ શકે ? કઈ રીતે?
ઉત્તર : મૂલ કર્મને વિષે બીજે ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે આ પ્રમાણે : કઈ ભવ્ય જીવ ઉપશમ શ્રેણ પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ દશમા ગુણ સ્થાનકે આવી છે પ્રકૃતિને બંધ કરતા કરતા કાળ કરી વૈમાનિક દેવેલેકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં પહેલા સમયથી સાત કર્મને બંધ કરે છે તે ત્રીજી રીતે બીજે ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૨ : મૂલ કર્મને વિષે ત્રીજે ભૂયસ્કાર બંધ કઈ રીતે જાણી
ઉત્તર : મૂલ કર્મને વિષે ત્રીજો ભૂયસ્કાર બંધ આ પ્રમાણે જાણઃ કઈ જીવ પહેલે–બીજે–ચેથે-પાંચમે અથવા છટે ગુણસ્થાનકે રહેલે સાત કર્મને બાંધતા બાંધતા આયુષ્ય કર્મ સાથે આઠ કર્મને બંધ કરે તેને પહેલા સમયે ત્રીજે ભૂયકાર બંધ ગણાય છે.
પ્રશ્ન ૩ મૂલ કર્મને વિષે ત્રીજો ભૂયકાર બંધ બીજી રીતે થઈ શકે છે? કંઈ રીતે?
ઉત્તર : મૂલ કર્મને વિષે ત્રીજે ભૂયસ્કાર બંધ બીજી રીતે આ પ્રમાણે થાય છે : કેઈ જીવ ઉપશમ શ્રેણ પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ સાતમા ગુણસ્થાનકથી નીચે આવી જ્યારે આયુષ્ય કર્મને બંધ કરતે હેય ત્યારે તે ત્રીજે ભૂયસ્કાર બંધ ગણાય છે.
પ્રશ્ન ૧૪ : અલપતર બંધ કેને કહેવાય?
ઉત્તર જે જીવે અધિક પ્રકૃતિઓનો બંધ કરતાં કરતાં ઓછી પ્રકૃતિએને બંધ કરતે હોય તે અલ્પતર બંધ કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org