________________
[ 6 ]
છે. લઘુ-સંગ્રહણીનું લખાણ તૈયાર થયેલ છે. કર્મગ્રંથ-૫ ભાગ-૨ તથા લઘુ-સંગ્રહણું ટૂંકમાં જ પ્રેસમાં જશે. દિવાળી પહેલાં આ બે પુસ્તક બહાર પાડવાની ભાવના મારી ત્યારે જ ફળીભૂત થાય કે આપશ્રીની ઉદારતા પ્રશ્નોત્તરી ગ્રંથમાળા તરફ વળે.
પરમ પૂજ્ય, શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક, હસ્તગિરિ તીર્થ-ઉદ્ધારક પૂ. આ. શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્યપાદશ્રી સ્વ. શિષ્યરત્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજય જીતમૃગાંકસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી ચંદ્રભૂષણ વિજયજી મહારાજ આ પુસ્તકના મેટરને ક્ષતિ- રહિત કરવામાં ખૂબ જ સહાયક બન્યા છે. માટે આપણે
તેઓશ્રીના ખૂબ જ ઋણી છીએ. * મૂળ નાર નિવાસી હાલ ગેપીપુરા–સૂરતમાં વસતા
સ્વ. પટેલ ફૂલાભાઈ રણછોડભાઈ પરિવારની ઉદારતા જ ગ્રંથમાળાની અગિયાર પ્રકાશને રૂપી ઈમારતની પ્રણેતા છે.
કર્મગ્રંથ-૫ ભાગ-૨ તથા જીવવિચાર–દંડક અને લધુ-સંગ્રહ ટૂંક સમયમાં જ પ્રેસમાં જાય તેવી ભાવના સાથે વિરમું છું
પ્રેસ-દોષ શુદ્ધિપત્રકમાં જોઈ-સુધારીને વાંચવા અમારી ભલામણ છે.
સંઘ સેવક શાહ અશોક કે.
સુરત
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org