________________
૭૬
ચતુર્થ કર્મગ્રંથ વય તિ કસાય નવ દસ લેભે ચઉ અજઈ દુનિ અનાણ તિગે ! બારસ અચકખુ ચકખુસુ પટમા અહખાઈ ચરમ ચ િ ૨૩
અથ :- ત્રણ વેદ–ત્રણ કષાયમાં નવ, લેભમાં દસ, અવિરતિમાં ચાર, અજ્ઞાનત્રિકમાં બે અથવા ત્રણ ચક્ષુ, અચક્ષુદર્શનમાં બાર અને યથાખ્યાતમાં છેલ્લા ચાર ગુણસ્થાનકે હેાય છે. ૨૩ |
પ્રશ્ન ૩૨૦. ત્રણ વેદ તથા ત્રણ કષાય માર્ગણામાં કેટલા ગુણસ્થાનકે હેય? ક્યા ક્યા?
ઉત્તર : ત્રણ વેદ તથા કેધ, માન અને માયા કષાય માગણએમાં ૧ થી ૯ ગુણસ્થાનકે હેાય છે.
(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ (પ) દેશવિરતિ (૬) પ્રમત્ત (૭) અપ્રમત્ત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિ
કરણ
પ્રશ્ન ૩૨૧. લેભ કષાયમાં કેટલા ગુણસ્થાનક હેાય? ક્યા કયા? ઉત્તર : લેભ કષાય માર્ગણામાં ૧ થી ૧૦ ગુણસ્થાનક હોય છે.
(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ (૫) દેશવિરતિ (૬) પ્રમત્ત (૭) અપ્રમત્ત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિ કરણ (૧૦) સૂક્ષ્મ સંપરાય.
પ્રશ્ન ૩૨૨ અવિરતિ ચારિત્ર માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય ? કયા કયા?
ઉત્તર : અવિરતિ ચારિત્ર માગણામાં ૧ થી ૪ ગુણસ્થાનક હેય છે.
(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ સમ્યફદષ્ટિ.
પ્રશ્ન ૩ર૩, ત્રણ અજ્ઞાન માર્ગણાને વિષે કેટલા ગુણસ્થાનકે હેય? કયા ક્યા ?
ઉત્તર : મતિ મજ્ઞાન-શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન આ ત્રણ અજ્ઞાન માર્ગણાને વિષે બે અથવા ત્રણ ગુણસ્થાનક હોય છે.
(૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન અથવા (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org