________________
ચતુત્ર કર્મગ્રંથ જ્યારે સૌ પ્રથમ ઉપશમ સમક્તિ પામે છે તે સમતિના કાળમાં મરતે નથી, એમ આગમમાં કહેલું છે. ઉપશમશ્રેણીમાં મરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં હોય એમ જે માને છે તે પણ બરાબર નથી કારણ કે ઉત્પત્તિનાં પ્રથમ સમયથી જ સમ્યકૃત્વ મેહનીયનાં પુદ્ગલનાં ઉદયથી પશમ સમકિત હોય છે માટે ઉપશમ સમકિત ઘટતું નથી કારણ કે શતક ચૂર્ણમાં મહાપુરૂષ ક્ષેપશમ સમતિ માનેલ છે તે સનિ અપર્યાપ્ત જીવ ભેદ શી રીતે ઘટે?
ઉત્તર : અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમકિત હોઈ શકે છે. સપ્તતિ ચૂર્ણ આદિમાં પણ કહેલું છે તે આ પ્રમાણે સપ્તતિ ચૂર્ણમાં ગુણસ્થાનકને વિષે નામ કર્મનાં બંધદય આદિ માર્ગણાના અવસરમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ ને ઉદયસ્થાન અધિકારમાં ૨૫ પ્રકૃતિને, ૨૭ પ્રકૃતિને ઉદય દેવતા તથા નારકને આશ્રયીને કહેલ છે. તેમાં નારકીઓ ક્ષાયિક અને પશમ સમકિત હોય છે. અને દેવતાઓને વિષે ત્રણે ય સમકિત હેય છે એમ જણાવેલ છે. કહ્યું છે કે
“પણવીસ સત્તાવીસોદયા દેવ નેરીએ પહુચ નેઈ !
ખયગ વેગ સમ્મદિદઠી દેવ તિહિ સમ્મદિદવિ ” m
એ ૨૫ પ્રકૃતિને ઉદય શરીર પર્યાપ્તિથી અપર્યાપ્તા જેને હોય છે અને શરીર પર્યાપ્તાથી પર્યાપ્તાને ૨૭ પ્રકૃતિને ઉદય હોય છે. તે કારણથી અપર્યાપ્તાવસ્થામાં ઉપશમ સમકિત કહેલ છે તથા પંચસંગ્રહમાં પણ માર્ગણાસ્થાનેને વિષ છવસ્થાનકની વિચારણામાં ઉપશમ સમકિતમાં બે સન્ની જીવલે કહેલા છે તે કારણથી અત્રે કહેલા છે. તત્વ તે કેવલી ભગવંતે તથા બહુશ્રુતે જાણે છે
તમસન્નિ અપ જજુએ નર સબાયર અપજ તેઉએ ! થાવર ગિદિ પઢમાં ચ9 બાર આસક્તિ દુ દુ વિગલે ૧૮ :
અર્થ:–તે બે તથા અસન્નિ લબ્ધિ અપર્યાપ્તા સહિત ત્રણ ભેજે મનુષ્યગતિને વિષે દાય, તે બે બાદર અપર્યાપ્તા સહિત તેજો લેશ્યામાં હોય, અને પાંચ સ્થાવરકાય તથા એકેન્દ્રિયમ પહેલા ચાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org