________________
ચતુર્થ કર્મગ્રંથ
ઉત્તર : પાંચ ઈન્દ્રિય અને ઈન્દ્રિય નિમિત્તથી થતું વિપરીત જ્ઞાન તે મતિ-અજ્ઞાન કહેવાય.
પ્રશ્ન-૨૨૬ શ્રુત અજ્ઞાન કોને કહેવાય?
ઉત્તર : મિથ્યાત્વી અને શ્રવણેન્દ્રિયથી થતું જ્ઞાન તે શ્રુત અજ્ઞાન કહેવાય છે.
પ્રશ્ન-૨૨૭ વિભંગ જ્ઞાન કોને કહેવાય?
ઉત્તર : વિપરીત પણે વસ્તુનું જ્ઞાન તે વિલંગ જ્ઞાન, જેમ શિવરાજર્ષિએ સાત દ્વીપ અને સાત સમુદ્રો જોયા તેથી મેં સર્વ દ્વીપ અને સમુદ્રો જોયા એમ મિથ્યાત્વના ઉદયે જે અવધિજ્ઞાન તે વિભંગ જ્ઞાન કહેવાય.
પ્રશ્ન-૨૨૮ સાકાર ઉપયોગ કોને કહેવાય?
ઉત્તર : સામાન્ય વિશેષાત્મક વસ્તુને વિષે જાતિ, ગુણ, ક્રિયા, વિશિષ્ટ વસ્તુનું જાણવું તેનું નામ સાકાર ઉપગ કહેવાય છે. એટલે કે વસ્તુનાં વિશેષ ધર્મોને જાણવું તે.
પ્રશ્ન-૨૨૯ સમ્યગદષ્ટિ જેને વિષે આ જ્ઞાનનાં ભેદેમાંથી એક સાથે કેટલા જ્ઞાન હેય? કયા કયા?
ઉત્તરઃ સમ્યગદષ્ટિ જીવોને વિષે નીચે પ્રમાણે નાનો હોય. (૧) એક જ્ઞાન પણ હોય કેવલજ્ઞાન. (૨) બે જ્ઞાન હોય. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન. (૩) ૩ જ્ઞાન હોય. મતિ–મૃત–અવધિજ્ઞાન અથવા મતિ-શ્રુત—અને મન:પર્યવજ્ઞાન પણ હોય. (૪) ૪-જ્ઞાન હોય. મતિ-શ્રુત—અવધિ–મન પર્યવ જ્ઞાન. સામાઈઆ છેય પરિવાર સુહુમ અહકખાય દેસ જય અજયા ચકખુ અચકખ એહી, કેવલ દેસણુ અણુગારા છે ૧૫
અથ : સામાયિક, છેદે પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપાય, યથાખ્યાત, દેશવિરત, અવિરતિ, એ સાત સંયમ, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન એ ચાર (અનાકાર) દર્શન કહેવાય છે. જે ૧૫ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org