________________
પર.
ચતુર્થ કર્મગ્રંથ
(૬) બંધસ્થાન ૧ : એકનું (૭) ઉદય સ્થાન ૧ : ચારનું. (૮) ઉદીરણું સ્થાન ૧ : બે પ્રકૃતિનું હોય છે. બાસઠ માણુઓને વિષે છવસ્થાનકાદિ છ દ્વારેનું વર્ણન. ગઈ ઈ દિએ ય કાએ જે એ વેએ કસાય નાણેસુ. સંજમ દંસણ લેસા, ભવ સમે સન્નિ આહારે છે ૧૨ /
અર્થ : ગતિ, ઈન્દ્રિય, કાય, ગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યકૃત્વ, સંજ્ઞી તથા આહારી આ ચૌદ મૂલ માણાનાં ૬૨ ભેદો થાય છે. તે ક્રમસર જણાવાશે છે ૧૨ છે.
પ્રશ્ન-૨૦૨ મૂલ માર્ગણુએ કેટલા પ્રકારની છે? કઈ કઈ?
ઉત્તર : મૂલ માર્ગણોનાં ભેદ શામાં ૧૪ કહ્યા છે અને તેનાં ઉત્તર ભેદે દેર થાય છે. તે આ પ્રમાણે છે (૧) ગતિ–૪ (૨) ઈન્દ્રિય ૫ (૩) કાય–૬ (૪) યોગ–૩ (૫) વેદ-૩ (૬) ક્યાય-૪ (૭) જ્ઞાન-૮ (૮) સંયમ-૭ (૯) દર્શન–૪ (૧૦) શ્યા-૬ (૧૧) ભવ્ય-૨ (૧૨) સમ્યવ૬ (૧૩) સંજ્ઞી–૨ (૧૪) આહારી–ર=દર સુર નર તિરિ નિરય ગઈ ઈગ બિય તિય ચઉ પણિદિ છકકાયા ભૂજલ જલ નિલ વણ તસાય મણ વયણ તણુ જોગા ૧૩
અર્થ : દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ એ ચાર ગતિ, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિય; પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય એ છ કાય, મનગ, વચનગ તથા કાયાગ એ ત્રણ યાગ કહેવાય છે. મે ૧૩ છે.
પ્રશ્ન-૨૦૩ ગતિ કેટલા પ્રકારે હોય છે? કઈ કઈ?
ઉત્તર ઃ ગતિ ચાર પ્રકારની હોય છે. (૧) દેવગતિ (૨) મનુષ્યગતિ (૩) તિર્યંચગતિ (૪) નરકગતિ.
પ્રશન-૨૦૪ દેવગતિ કોને કહેવાય? તેમાં ક્યા જી આવે?
ઉત્તર : વિશિષ્ટ પ્રકારના ઐશ્વર્યને અનુભવ કરે, દિવ્ય આભરણે અને સમૃદ્ધિ વડે યુક્ત અને સ્વાભાવિક પિતાના શરીરની કાન્તિ વડે જે દીપે છે તે સુરો, તેઓને વિષે જે ગતિ તે દેવગતિ કહેવાય છે. તેમાં ભવનપતિ, વ્યંતર, જતિષ અને વૈમાનિક દેવતાઓ આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org