SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : અગ્નિ પર્યાપ્તા જીવોને વિષે મૂવકર્મના બંધસ્થાને ચાર હોય છે. ૧ સાત કર્મનું ર આઠ કર્મનું ૩ છ કર્મનું તથા ૪ વેદનીય કર્મના બંધનું. ઉદયસ્થાને ત્રણ હોય છે. ૧ આઠ કર્મનું ૨ સાત કર્મનું ૩ ચાર કર્મનું ઉદીરણાસ્થાનો પાંચ હોય છે. ૧ સાત કર્મનું ૨ આઠ કર્મનું ૩ છે કર્મનું જ પાંચ કર્મનું પ બે કર્મનું. સત્તા સ્થાને ત્રણ હોય છે. ૧ સાત કર્મનું ૨ આઠ કર્મનું ૩ ચાર કર્મનું પ્રશ્ન-૧૨૫ છ કર્મનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉત્તર : આયુષ્ય કર્મ તથા મોહનીય કર્મના બંધ વિચછેદ પછી બાકીના છ કર્મને બંધ હોય છે તે જાણવું. પ્રકન ૧૨૬ એક કર્મનું બંધસ્થાન કયું સમજવું ? ઉત્તર : સાત કર્મના બંધને વિચ્છેદ થતાં એક વેદનીય કર્મને બંધ રહે છે. ( શાતા વેદનીય ) એ એક પ્રતિરૂપ બંધસ્થાન ગણાય છે, પ્રશ્ન-૧૨૭ આઠ કર્મનું બંધસ્થાન કેટલા કાળ સુધી હોય ? ઉત્તર : આઠ કર્મનું બંધસ્થાન જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતમુહૂત સુધી હોય છે. પ્રશ્ન-૧૨૮ સાત કર્મનું બંધસ્થાન કેટલા કાળ સુધી હોય? ઉત્તર : સાત કર્મનું બંધસ્થાન જઘન્યથી એક અંતમુહૂત તથા ઉત્કૃષ્ટથી છ માસ ન્યૂન ૩૩ સાગરોપમ સુધી સતત બંધાય છે. તેમાં એક અંતર્મુહૂત ન્યૂન પૂર્વ કોડ વરસને ત્રીજો ભાગ અધિક જાણ. પ્રશ્ન-૧૨૯ છ કમને બંધ કેટલા કાળ સુધી હોય? ઉત્તર : છ કર્મનો બંધ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂત સુધી બંધાય છે. પ્રશ્ન-૧૩૦ એક કર્મને બંધ કેટલા કાળ સુધી બંધાય? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy