________________
૫૨
કર્મગ્રંથ-૩ તેઉકાય-વાઉકાય જીવોમાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૧૭૮. તેઉકાય-વાઉકાય જીવોને ઓધે તથા મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાયા છે? કઈ કઈ?
ઉઃ તેઉકાય-વાઉકાય માર્ગણામાં ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૫ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૧ નામ - ૫૬ ગોત્ર
અંતરાય - ૫ = ૧૦૫ આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય નામ-૫૬ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૭, ગસ-૧૦, સ્થાવર-૧૦ = ૫૬
પિંડપ્રકૃતિ-૨૯ : તિર્યંચગતિ, પ-જાતિ, ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન,૪-વર્ણાદિ, ૨- વિહાયોગતિ અને તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૭ : જિનનામ સિવાયની સાત પ્રકૃતિ પ્ર. ૧૭૯. તેઉકાય-વાઉકાય જીવો ૧૫ પ્રકૃતિઓ નથી બાંધતા તે શા કારણથી ?
ઉ : તેઉકાય-વાઉકાય જીવો મરીને દેવ, નરક તથા મનુષ્ય થતાં નથી માટે દેવગતિ પ્રાયોગ્ય, નરકગતિ પ્રાયોગ્ય અને મનુષ્યગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરતા નથી તથા ગુણ પ્રત્યયિક ત્રણ પ્રકૃતિઓ તે ગુણસ્થાનકના અભાવે બાંધતા નથી તથા તિર્યંચમાં જતા હોવાથી ઉચ્ચ ગોત્ર બાંધતા નથી માટે ૧૦૫ પ્રકૃતિઓનો બંધ કરે છે.
મનયોગ-વચનયોગ માર્ગણામાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૧૮૦. મનયોગ-વચનયોગ માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે? ઉ: મનયોગ-વચનયોગ માર્ગણામાં ૧ થી ૧૩ ગુણસ્થાનક હોય છે.
પ્ર. ૧૮૧. મનયોગ-વચનયોગ માર્ગણાઓમાં ઓધમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ: મનયોગ-વચનયોગ માર્ગણાઓમાં ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૭ : ગોટા
અંતરાય - ૫ = ૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org