________________
કર્મગ્રંથ-૩
૧૪૬
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભબ, મિથ્યાત્વ, સાસ્વાદન, સી, અસન્ની, આહારી તા અણાહારી એમ ૪૫ થાય છે.
૫૭૪. મનુષ્યાનુપૂર્વી પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ?
ઉ : મનુષ્યાનુપૂર્વી પ્રકૃતિને ૫૧ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, સકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહા૨ી તથા અણાહારી એમ ૫૧ થાય છે.
પ્ર. ૫૭૫. દેવાનુપૂર્વી પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ઉ: દેવાનુપૂર્વી પ્રકૃતિને ૪૭ માર્ગણાવાળા જીવો બાંધે છે.
મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપ૨ાય, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની આહારી તથા અણાહારી એમ ૪૭ થાય છે.
પ્ર. ૫૭૬. પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત એ પાંચ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ?
ઉ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત એ પાંચ પ્રકૃતિઓને ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે.
૪ ગતિ, ૫ જાતિ, કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય, પથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, અહારી તધા અણાહારી એમ ૫૮ થાય છે.
પ્ર. ૫૭૭. આતપ નામકર્મ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ?
ઉ : આતપ નામકર્મ પ્રકૃતિને ૪૧ માર્ગણાવાળા જીવો બાંધે છે.
મનુષ્યગતિ, તિર્યંચગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસથી, આહારી તથા અણાહારી તથા ૨ દર્શન એમ ૪૧ થાય
છે.
પ્ર. ૫૭૮. ઉદ્યોત નામકર્મ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ?
ઉ : ઉદ્યોત નામકર્મ પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org