SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. : જે કર્મના ઉદયથી વારંવાર ભોગવવા યોગ્ય વસ્ત્ર, અલંકાર વગેરે હોય, પણ જે વારંવાર ભોગવી શકતો નથી તે ઉપભોગાન્તરાય કર્મ કહેવાય છે. પ્ર. ૪૮૫. વીર્યન્તરાય કર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી બળવાન, નીરોગી, યુવાન અવસ્થાને પામેલો હોવા છતાં પણ ઘાસના તણખલાને પણ છેદવાને અસમર્થ હોય તે વયન્તિરાય કર્મ કહેવાય સિરિહરિએ સમ એએ, જહ પડિકૂલેણ તેણ રાયાઈ ! ન કુણઈ દાણાઈએ, એવં વિપૅણ જીવો વિ | પર છે. ભાવાર્થ : લક્ષ્મીના ભંડારીની જેમ અંતરાય કર્મ કહેલું છે. જેમ ભંડારી પ્રતિકુળ હોય અને રાજા વગેરે અનુકૂળ હોય તો પણ રાજા વગેરે દાનાદિ કરવાને સમર્થ થતા નથી એવી રીતે અંતરાય કર્મ વડે જીવ પણ દાનાદિ કરવા માટે સમર્થ થતો નથી. પ્ર. ૪૮૬. અંતરાય કર્મ કોના જેવું કહેલું છે ? ઉ. : રાજાના ભંડારી સરખું અંતરાય કર્મ કહેલું છે. જેમ રાજાને યાચકને દાન આપવાનું મન થાય તે ભંડારીને કહે, પણ ભંડારી જો પ્રતિકૂળ હોય તો યાચકને રાજા પણ દાન દઈ શકતો નથી તેમ અંતરાય કર્મના ઉદયથી જીવો દાનાદિ વગેરે કરી શકતા નથી. પડિણીઅરૂણ-નિન્દવ-ઉવધાય-પોસ-અંતરાએણે !. અભ્યાસાયણયાએ, આવરણદુર્ગ જિઓ જયાં છે પ૩ . ભાવાર્થ : પ્રત્યનિકપણું કરવાથી, નિન્હવપણું કરવાથી, જ્ઞાન-જ્ઞાનીનો નાશ કરવાથી, તેમના પ્રત્યે દ્વેષ કરવાથી, જ્ઞાનાદિમાં અંતરાય કરવાથી, તથા અત્યંત આશાતના કરવાથી જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે તથા દર્શન અને દર્શનીની અત્યંત આશાતના વગેરે કરવાથી જીવો દર્શનાવરણીય કર્મ ઉપાર્જન કરે છે. પ્ર. ૪૮૭. જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે જીવ બાંધે છે ? ઉ. : જ્ઞાન-મતિ જ્ઞાનાદિની તથા જ્ઞાની એવા સાધુ ભગવંતોની અને જ્ઞાનમાં સાધન જે પુસ્તક લેખન વગેરે પ્રત્યે ખરાબ આચરણ કરવાથી, નિન્હવપણું કરવાથી એટલે કે જેની પાસે અભ્યાસ કરેલ હોય તેનું નામ ઓળવવું (છૂપાવવું) અને બીજા પાસે ભણ્યો છું એમ કહેવાથી, જ્ઞાન અને જ્ઞાનીનો મૂળથી નાશ કરવાથી, જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અપ્રીતિ કરવાથી, જ્ઞાન ભણવા તથા ભણાવવામાં અંતરાય કરવાથી, તથા અત્યંત જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કરવાથી જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. આજે તો આ જ્ઞાનની આશાતના ખૂબ થઈ રહેલી છે. જ્ઞાનના સાધનોમાં ખાવાનું લાવવું, તે લઈને સંડાશ પેશાબ જવું, તેના ઉપર સંડાશ વગેરે કરવાં, તેના પર બેસવું. માથા ૭૭ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy