________________
કર્મગાંથ - ૧ પ્રશ્નોત્તરી સિરિવીરજિર્ણ વંદિઅ, કમ્મવિવાર્ગ સમાસઓ વચ્છ,
કીરઈ જિએણ હેઊહિં, જેણે તો ભન્નએ કર્મ / ૧ // ભાવાર્થ :
શ્રી વીર જીનેશ્વરને વંદન કરીને કર્મવિપાકને ટૂંકાણમાં કહીશ, જીવ વડે હેતુઓ દ્વારા જે કાંઈ કરાય છે, તેને કર્મ કહેવાય છે.
પ્ર. ૧. કેવા પ્રકારની લક્ષ્મીથી યુક્ત છે ?
ઉ.ઃ સકલ ત્રણ ભુવનમાં રહેલ માનવોના મનને ચમત્કાર કરનારી તથા પરમ અહંન્ત મહા મહિમાનો વિસ્તાર કરનારી-આવા પ્રકારની લક્ષ્મીથી યુક્ત છે.
પ્ર. ૨. એ લક્ષ્મી કેટલા પ્રકારની છે ? કઈ કઈ ? ઉ. : એ લક્ષ્મી આઠ પ્રાતિહાર્યથી યુક્ત છે. તે આ પ્રમાણે છે. અશોકવૃક્ષઃ સુરપુષ્પવૃષ્ટિઃ દિવ્ય ધ્વનિશ્રામર માસનું ચ | ભામંડલ દુભિરાતપત્ર સત્કાતિ હાયણિ જિનેશ્વરાણામ્ || ૧ ||
અશોકવૃક્ષ, દેવતાઓની પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર એ આઠ પ્રાતિહાર્ય કહેવાય છે. તથા ચોત્રીસ અતિશયોથી યુક્ત હોય છે તેઋદ્ધિ કહેવાય છે.
પ્ર. ૩. એ લક્ષ્મીથી યુક્ત કોણ છે? ઉ. એ લક્ષ્મીથી યુકત શ્રી વીર ભગવંત છે. પ્ર. ૪. જિન કોને કહેવાય ? ઉઃ રાગ, દ્વેષ, મોહ, આદિ ઘણાં શત્રુઓનો પરાજય કરે તેને જિન કહેવાય
પ્ર. ૫. એવા વીર ભગવંતને શું કરીને ? ઉ. : લક્ષ્મીથી યુક્ત એવા વીર જિનેશ્વરને વંદન કરીને. પ્ર. ૬. વંદન કેવી રીતે થાય ?
ઉ.: વિશુદ્ધ પ્રકારના ચિત્તથી યુક્ત વચન વડે સ્તુતિ કરીને તથા કાયા વડે પ્રણામ કરીને વંદન થાય છે.
પ્ર. ૭. વંદન કરીને શું કહીશ ? ઉ. : વંદન કરીને કર્મના વિપાકને કહીશ. પ્ર. ૮. કર્મ વિપાક એ શું છે ?
ઉ.: જ્ઞાનાવરણીય આદિ કર્મોનો વિપાક એટલે અનુભવ કરવો તે કર્મ વિપાક કહેવાય છે.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org