________________
ઉ. જે હાડકાની રચના સેવા માગે તે સેવા સંઘયણ કહેવાય છે. જે કર્મના ઉદયથી શરીરમાં સેવાર્ય સંઘયણ હોય તેને સેવાર્ય સંઘયણ નામકર્મ કહેવાય છે. જે હાડકાઓ પરસ્પર સ્પર્શ કરીને રહેલા હોય તે છેવટ્ટુ સંઘયણ કહેવાય છે.
જે કીલિકા = ખીલી; પાટો તથા મર્કટ બંધ અને ખીલીથી રહિત હાડકા માત્ર હોય તે છઠ્ઠ છેવટુ સંઘયણ કહેવાય છે.
સમચરિંસ નિમ્મોહ, સાઈ ખાઈ વામણ હુંડા
iઠાણા વણા કિહ -નીલ-લોહિઅ-હલિદ-સિઆ // ૩૯ | ભાવાર્થ :
સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ, સાદિ, કુન્જ, વામન, હુડક એ છ સંસ્થાન કહેવાય છે. વર્ષો કૃષ્ણ, નીલ, લાલ પીત તથા શ્વેત હોય છે.
પ્ર. ૩૮૮. સંસ્થાન કોને કહેવાય ?
ઉ. ઃ શરીરને વિષે અવયવોની રચનાથી શરીરની વિશેષ આકૃતિઓ જે થાય છે તે સંસ્થાન કહેવાય છે.
પ્ર. ૩૮૯. સમચતુરસ્ત્ર સંસ્થાન કોને કહેવાય ?
ઉ.: શાસ્ત્રોક્ત લક્ષણ પ્રમાણે જેના ચારેય ભાગ સરખા હોય તે સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. ચાર ભાગ શાસ્ત્રોક્ત મુજબ આ પ્રમાણે છે :
(૧) પદ્માસને બેઠેલા હોય તેનો જમણો ખભો તથા ડાબા ઢીંચણનું અંતર. (૨) ડાબો ખભો તથા જમણાં ઢીંચણનું અંતર. (૩) બે ઢીંચણનું અંતર તથા (૪) (પલાઠી) પર્યકાસનના મધ્ય ભાગથી લલાટ સુધીનું અંતર. આ ચારેય ભાગ સરખા હોય તો સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. પ્ર. ૩૯૦. ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન કોને કહેવાય ?
ઉ.: નાભિની ઉપરના અવયવો સંપૂર્ણ શાસ્ત્ર લક્ષણોપેતો હોય અને નાભિની નીચેનાં અવયવો લક્ષણોથી રહિત હોય એવી જે શરીરની રચના વિશેપ પેદા કરાવે તે ન્યગ્રોધ સંસ્થાન નામકર્મ કહેવાય છે. જેમ વડવૃક્ષ ઉરપથી સંપૂર્ણ અવયવોવાળું હોય છે પણ નીચે હોતું નથી તેની જેમ જાણવું.
પ્ર. ૩૯૧. સાદિ સંસ્થાન નામકર્મ કોને કહેવાય ?
ઉ. : નાભિની નીચેના અવયવો શાસ્ત્રોક્ત લક્ષણ પ્રમાણવાળા હોય જ્યારે નાભિની ઉપરના અવયવો શાસ્ત્રોક્ત લક્ષણોથી રહિત હોય એવી જે શરીરની રચના વિશેષ પેદા કરાવે તેનું નામ સાદિ સંસ્થાન નામકર્મ કહેવાય છે.
પ્ર. ૩૯૨. કુન્જ સંસ્થાન નામકર્મ કોને કહેવાય ? ઉ. : બે હાથ, બે પગ, મસ્તક, ડોક, શાસ્ત્રોક્ત લક્ષણ પ્રમાણ હોય જ્યારે
૬૩
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org