________________
-
-
-
- -
બીજી આવૃત્તિ વેળાએ
કર્મગ્રંથ-૧ પ્રશ્નોત્તરી તથા કર્મગ્રંથ-૨ પ્રશ્નોત્તરી, બન્ને પુસ્તકો અલભ્ય હોવાથી તેમજ અભ્યાસી જિજ્ઞાસુઓ તરફથી અવાર નવાર આવતી વિનંતીને કારણે આ પુસ્તકનું પ્રકાશન, અભ્યાસી જિજ્ઞાસુઓની સગવડતાની દ્રષ્ટિએ તેમજ આર્થિક દ્રષ્ટિએ અનુકુળ આવે તે હેતુથી બન્ને ભાગને ભેગા કરીને બીજી આવૃત્તિરૂપે બહાર પાડવાનું બની આવ્યું છે.
પરંતુ આ પુસ્તક પ્રકાશનનો સઘળોય યશ શ્રી ચંદ્રાવતીબેન બાલુભાઈ ખીમચંદ રીલીજીયસ ટ્રસ્ટના જ્ઞાન ખાતામાંથી ખૂબજ ઉદાર ભાવે સંપૂર્ણ ખર્ચ આપનાર ટ્રસ્ટીઓને છે. જેની અમે ખૂબજ નમ્ર ભાવે અનુમોદના કરીએ છીએ. અને આવા અભ્યાસલક્ષી અપ્રગટ એવા પુસ્તકોના પ્રકાશનમાં તેમનો સહકાર મળતો રહેશે તેવી આશા રાખીએ છીએ
પૂજ્ય ગણિવર્ય શ્રી નરવાહન વિજ્યજી મહારાજ સાહેબે મેટર સંપૂર્ણ પણે તપાસી આપેલ હોવા છતાં અમારા દ્રષ્ટિ દોષથી અગર પ્રેસની ભુલથી કાંઈ ભૂલ રહી જવા પામી હોય તો વાંચક વર્ગ તેને સુધારી લઈ અમને જણાવે અને અમને તે બદલ ક્ષમા આપે
પુસ્તક છાપકામ ઝડપથી તૈયાર કરી આપવા બદલ શ્રી જિતુભાઈ શાહ (અરિહંત)નો પણ અમે આભાર માનીએ છીએ.
એજ પદાર્થ દર્શન ટ્રસ્ટના
ટ્રસ્ટીઓ
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org