SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સોલસ કસાય નવ નોકસાય, દુવિહં ચરિત્તમોહણિ ! અણઅપચ્ચક્ખાણા, પચ્ચકખાણા ય સંજલણા છે ૧૭ છે. ભાવાર્થ : ચારિત્ર મોહનીય કર્મ બે પ્રકારે છે. ૧૬ કષાય અને નવ નોકષાય રૂ૫ અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન અનુક્રમે ચારેય ક્રોધ, માન, માયા, લોભથી યુક્ત કરવાથી કષાય મોહનીયના ૧૬ ભેદો થાય છે. પ્ર. ૨૪૧. ચારિત્ર મોહનીય કર્મ કેટલા પ્રકારે હોય છે ? કયા કયા ? ઉ. બે. (૧) કષાય ચારિત્ર મોહનીય કર્મ. (૨) નોકષાય ચારિત્ર મોહનીય કર્મ. પ્ર. ૨૪૨. કષાય કોને કહેવાય ? ઉ. : કષઃ = સંસાર. જેમાં પ્રાણીઓ પરસ્પર હિંસા કરે તે સંસાર તેનો આય = લાભ થવો, એટલે કે જેનાથી સંસારનો લાભ પ્રાપ્ત થાય તેનું નામ કષાય કહેવાય છે. પ્ર. ૨૪૩. નોકષાય મોહનીય કોને કહેવાય ? ઉ. : જે કષાયની સાથે રહી કષાયોને ઉત્તેજીત કરે અર્થાત્ કષાયોને વધારે તેનું નામ નોકષાય મોહનીય કહેવાય છે. પ્ર. ૨૪૪. કષાય મોહનીય કેટલા પ્રકારે છે ? ઉ. : કષાય મોહનીય ૧૬ પ્રકારે હોય છે. તેમાં મુખ્ય ૪ ભેદ છે : (૧) ક્રોધ (૨) માન (૩) માયા અને (૪) લોભ. પ્ર. ૨૪૫. કષાય મોહનીયના ૧૬ ભેદો કયા કયા છે ? ઉ. : (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાનીય (૩) પ્રત્યાખ્યાનીય (૪) સંજવલન. એ ચારેયમાં ક્રોધ, માન, માયા, લોભ ગણતાં ૧૬ ભેદ થાય છે. તે આ પ્રમાણે : (૧) અનંતાનુબંધી ક્રોધ (૨) અનંતાનુબંધી માન (૩) અનંતાનુબંધી માયા (૪) અનંતાનુબંધી લોભ (૫) અપ્રત્યાખ્યાનીય ક્રોધ (૬) અપ્રત્યાખ્યાનીય માન (૭) અપ્રત્યાખ્યાની માયા (૮) અપ્રત્યાખ્યાનીય લોભ (૯) પ્રત્યાખ્યાનીય ક્રોધ (૧૦) પ્રત્યાખ્યાનીય માન (૧૧) પ્રત્યાખ્યાની માયા (૧૨) પ્રત્યાખ્યાનીય લોભ (૧૩) સંજવલન ક્રોધ (૧૪) સંજવલન માન (૧૫) સંજવલન માયા (૧૬) સંજવલન લોભ. પ્ર. ૨૪૬. અનંતાનુબંધી કષાય કોને કહેવાય ? ઉ.: જે અનંતા સંસારનો (અનંતા ભવોનો) અનુબંધ કરાવે તે અનંતાનુબંધી કષાય કહેવાય છે. જીવોને પ્રાયઃ કરીને સંખ્યાત, અસંખ્યાતા અને અનંતા ભવોનો જે અનુબંધ પેદા કરાવે તે અનંતાનુબંધીના ઉદયમાં રહેલા સઘળા જીવોને અનુબંધ પડે એવો નિયમ નહિ, પડે તો વધારેમાં વધારે અનંત ભવોનો અનુબંધ આ કષાયોથી પડે છે. તેથી અનંતાનુબંધી કષાય કહેવાય છે. ૩૬ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy