________________
કોઈ પણ એક માગણા વિષેનું સંપૂર્ણ શ્રુતજ્ઞાન પેદા કરવું તે પ્રતિપત્તિ શ્રુતજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૧૬૫. પ્રતિપત્તિ સમાસ શ્રુતજ્ઞાન કોને કહેવાય ?
ઉ. ગતિ આદિ ચૌદ માર્ગણાઓમાંથી કોઈપણ બે-ત્રણ ઈત્યાદિ યાવતું સંપૂર્ણ માર્ગણાઓનું જે જ્ઞાન પ્રાપ્ત કરવું તે પ્રતિપત્તિ સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૧૬૬. અનુયોગ શ્રુતજ્ઞાન કોને કહેવાય ?
ઉ.: સત્પદ પ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ઈત્યાદિ દ્વારોનું વર્ણન કરવું તે અનુયોગ કહેવાય એવા કોઈપણ એક અનુયોગનું જ્ઞાન પ્રાપ્ત થાય તે અનુયોગ શ્રુત કહેવાય.
પ્ર. ૧૬૭. અનુયોગ સમાસ શ્રુતજ્ઞાન કોને કહેવાય ?
ઉ. : સત્પદ પ્રરૂપણા, દ્રવ્ય પ્રમાણ, સ્પર્શના વગેરે દ્વારોમાંથી કોઈપણ બેત્રણ ઈત્યાદિ દ્વારોનું જે જ્ઞાન પ્રાપ્ત થયું તે અનુયોગ સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૧૬૮. પ્રાભૃત પ્રાભૃત શ્રુતજ્ઞાન કોને કહેવાય ?
ઉ. પ્રાભૃત નામના પ્રકરણોમાં નાનાં નાનાં અવાન્તર પ્રકરણો આવે છે. તે પ્રકરણોને પ્રાભૃત પ્રાભૃત કહેવાય છે. એવા એક પ્રાભૃત-પ્રાભૂતનું જ્ઞાન કરવું તે પ્રાભૃત પ્રાભૃત શ્રુતજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૧૬૯. પ્રાભૃત પ્રાભૃત સમાસ શ્રુત કોને કહેવાય ?
ઉ. : પ્રાભૃત નામના અધિકારમાં પ્રાભૃત પ્રાભૃત નામના પ્રકરણો આવે છે. એવા બે-ત્રણ ઈત્યાદિ પ્રાભૃત-પ્રાભૂતોનું જે જ્ઞાન પેદા કરવું તે પ્રાભૃત પ્રાભૃત સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૧૭૦. પ્રાભૂત મૃત કોને કહેવાય ?
ઉ. : વસ્તુ નામના પ્રકરણોમાં પ્રાભૂત નામના અવાન્તર પ્રકરણો આવે છે. એવા કોઈ પણ એક પ્રાભૂતનું જે જ્ઞાન પ્રાપ્ત કરવું તે પ્રાભૃત શ્રુત કહેવાય છે.
પ્ર. ૧૭૧. પ્રાભૂત સમાસ શ્રત કોને કહેવાય ?
ઉ. : વસ્તુ નામના શ્રતમાં રહેલા અવાન્તર પ્રાભૂતો શ્રુત છે તેવા બે-ત્રણ ઈત્યાદિ પ્રાભૂતોનું જે જ્ઞાન પ્રાપ્ત કરવું તે પ્રાભૃત સમાસ શ્રુત કહેવાય છે.
પ્ર. ૧૭૨. વસ્તુ મૃત કોને કહેવાય છે ?
ઉ.: પૂર્વ શ્રુતમાં વસ્તુ નામના અવાન્તર પ્રકરણો આવેલા છે. એવા કોઈપણ એક વસ્તુ (અધિકાર)નું જ્ઞાન પ્રાપ્ત કરવું તે વસ્તુશ્રુત કહેવાય છે.
પ્ર. ૧૭૩. વસ્તુ સમાસ શ્રત કોને કહેવાય ?
ઉ. : પૂર્વ શ્રુતની અંતર્ગત અવાન્તર ભેદો રૂપ જે વસ્તુ અધિકારો છે તેવા બે-ત્રણ ઈત્યાદિ વસ્તુ અધિકારોનું જે જ્ઞાન પ્રાપ્ત કરવું તે વસ્તુ સમાસ શ્રુત કહેવાય છે.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org