________________
(૨) મતિ અને શ્રુતજ્ઞાન જેમ મિથ્યાત્વના ઉદયથી અજ્ઞાન ભાવને પામે છે તેમ અવધિજ્ઞાન પણ મિથ્યાત્વના ઉદયથી અજ્ઞાન ભાવને પામે છે તે વિપર્યય સાધર્મ્સ. (૩) જે મતિ અને શ્રુત-જ્ઞાનના સ્વામિ હોય છે તે જ અવધિજ્ઞાનનાં સ્વામિ હોય છે. તે સ્વામિ સાધર્મ.
(૪) વિભંગ જ્ઞાનવાળા દેવતાઓ જ્યારે સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ કરે છે ત્યારે એકી સાથે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે તે લાભ સાધર્મી કહે છે.
પ્ર. ૭૫. અવધિજ્ઞાન પછી મનઃપર્યવજ્ઞાન શા માટે જણાવેલ છે ? ઉ. : અવધિજ્ઞાન પછી છદ્મસ્થપણાના સાધર્મથી, વિષયનાં સાધર્મ્સથી, ભાવના સાધર્મથી, પ્રત્યક્ષપણાના સાધર્મના કારણે મનઃપર્યવજ્ઞાન કહેલું છે. પ્ર. ૭૬. છદ્મસ્થ, વિષય, ભાવ અને પ્રત્યક્ષના સાધર્મ્ડ કઈ રીતે ઘટી શકે
છે ?
ઉં. : (૧) અવધિજ્ઞાન છદ્મસ્થ જીવોને થાય છે તેમ મનઃપર્યવજ્ઞાન પણ છદ્મસ્થ જીવોને થાય છે.
(૨) જેમ અવધિજ્ઞાન રૂપી દ્રવ્યોને જુએ છે તેમ મનઃપર્યવજ્ઞાન પણ મનના પુદ્ગલોને જોતા હોવાથી રૂપી દ્રવ્યને જુએ છે.
(૩) જેમ અવધિજ્ઞાન ક્ષયોપશમ ભાવે હોય છે. તેમ મનઃપર્યવજ્ઞાન પણ ક્ષયોપરામ ભાવે હોય છે.
(૪) જેમ અવધિજ્ઞાન પ્રત્યક્ષ છે, તેમ મનઃપર્યવજ્ઞાન પણ પ્રત્યક્ષ જ્ઞાન છે. પ્ર. ૭૭. મનઃપર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાન સાથી જણાવેલ છે ?
ઉ. : (૧) સર્વોત્તમ હોવાથી, (૨) અપ્રમત યતિના સ્વામીનું સરખાપણું હોવાથી, (૩) સર્વથી છેડે ઉત્પન્ન થતું હોવાથી.
પ્ર. ૭૮. કેવલજ્ઞાન માટે સર્વોત્તમ અપ્રમતયતિ સાધર્મ્સ તથા સર્વાન્તે એ ત્રણ કઈ રીતે કહેલા છે તે જણાવો ?
ઉ. : (૧) જેમ સઘળાંય મતિજ્ઞાનાદિ જ્ઞાનો પેદા થાય ત્યારે દેશથી જણાય છે. જ્યારે કેવલજ્ઞાન સકલ વસ્તુઓનું જ્ઞાન કરાવનાર હોવાથી સર્વોત્તમ છે અને સર્વોત્તમ હોવાથી બધા જ્ઞાનોના શિખરરૂપ જણાવેલ છે.
(૨) મનઃપર્યવ જ્ઞાન જેમ અપ્રમત્તયતિને જ ઉત્પન્ન થાય છે તેમ કેવળ જ્ઞાન પણ અપ્રમત્તયતિને જ પેદા થાય છે.
(૩) જે સઘળા જ્ઞાનોને પેદા કરવાને યોગ્ય હોય તે જીવો નિયમથી સર્વ જ્ઞાનોને અંતે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે.
આ રીતે પાંચ શાનોનું વર્ણન પૂર્ણ થયું. “હવે મતિજ્ઞાનના ભેદોનું વર્ણન થાય છે.”
Jain Education International
૧૨
For Private and Personal Use Only
www.jainelibrary.org