SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિ, મનુષ્યાયુષ્ય, મનુષ્યગતિ, જિનનામ, ઉચ્ચ ગોત્ર એ અજોગીના ચરમ સમયે અંત થાય. એટલે સિદ્ધિ ગતિને જીવ પામે છે. પ્ર. ૨૩૯. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ત્રીસ. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-૨૯ : પિંડપ્રકૃતિ-૧૭, પ્રત્યેક-૫, ત્ર-૪, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૧૭: ઔદારીક શરીર, ઔદારીક અંગોપાંગ, તૈજસ, કામણ શરીર, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ર વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિમણિ, ઉપઘાત. ત્રણ-૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. પ્ર. ૨૪૦. ચૌદમા અયોગી કેવલી ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ? ઉ. : બાર. વેદનીય-૧, આયુ-૧, નામ-૯, ગોત્ર-૧. વેદનીય-૧ : શાતા અથવા અશાતા. આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. નામ-૯ : પિંડપ્રકૃતિ-૨, પ્રત્યેક-૧, ત્રણ-૬. પિંડપ્રકૃતિ-૨ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય, જાતિ. પ્રત્યેક-૧ : જિનનામ કર્મ.. ત્રસ-૬ ઃ ત્રસ, બાદર, પયપ્તિ, સુભગ, આદેય, યશ. ચૌદમાં ગુણસ્થાનકના અંતે બારેયનો અંત થાય એટલે જીવ સિદ્ધાવસ્થાને એટલે મોક્ષગતિને પામે છે. પ્ર. ૨૪૧. ઉદયમાં મિથ્યાત્વ પ્રત્યયિકી પ્રવૃતિઓ કેટલી હોય છે ? ઉ. : પાંચ. મોહનીય-૧ : મિથ્યાત્વ મોહનીય. નામ-૪ : પ્રત્યેક-૧ : આતપ નામકર્મ. સ્થાવર-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. પ્ર. ૨૪૨. અવિરતિ પ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે ? કઈ કઈ ? ઉ. સત્તાવીસ. મોહનીય-૯ : અનંતાનુબંધી ૪ કષાય, અપ્રત્યાખ્યાનીય ૪ કષાય, મિશ્ર મોહનીય. આયુષ્ય-૨ : દેવાયુષ્ય, નરકાયુષ્ય. નામ ૧૬ : પિંડપ્રકૃતિ-૧૨, સ્થાવર-૪. પિંડપ્રકૃતિ-૧૨ : એકેન્દ્રિયાદિ ૪ જાતિ, નરકગતિ, દેવગતિ, વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ, નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી. ૧c Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy