________________
રહે તે ભાવના તથા દુઃખ આવવાનું હોય કે આવેલ હોય તેના નાશ માટે શ્રી જિનેશ્વર ભગવંતોના દર્શન-પૂજન વગેરે કરવા તે લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે.
પ્ર. ૭૨. મિથ્યાત્વના બીજી રીતે કેટલા ભેદો હોય છે ? કયા કયા?
ઉ.: મિથ્યાત્વના અન્યત્ર શાસ્ત્રોમાં બે ભેદો કહ્યાં છે. (૧) ગુણહીન મિથ્યાત્વ (૨) ગુણસંપન્ન મિથ્યાત્વ.
પ્ર. ૭૩. ગુણહીન મિથ્યાત્વ ગુણસ્થાનક કોને કહેવાય ?
ઉ. : ભવાભિનંદી જીવોનું જે મિથ્યાત્વ ગુણસ્થાનક છે તે ગુણહીન મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય છે. ભવાભિનંદી જીવોના લક્ષણ નીચે મુજબ છે.
(૧) શુદ્ર (૨) ઈષ્ટ પ્રાપ્તિમાં આનંદ પામનાર (૩) દીન (૪) ઈર્ષ્યાળુ (૫) ભયવાળો (૬) શઠ (૭) અજ્ઞાન (૮) નિષ્ફળારંભી ઈત્યાદિ.
પ્ર. ૭૪. ગુણહીન મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ઉપર મુજબના છ પ્રકારના જીવોમાંથી કેટલા જીવ ભેદો હોય છે ? કયા કયા ?
ઉ. : છ. (૧) જાતિ ભવ્ય (૨) અભવ્ય (૩) દુર્ભવ્ય (૪) ભારેકર્મી ભવ્ય (૫) લઘુકર્મી ભવ્ય તથા (૬) દુર્લભ બોધિ.
પ્ર. ૭૫. ગ્રંથી કોને કહેવાય ?
ઉ. : અનાદિ કાળથી જીવને વળગેલો જે ગાઢ રાગનો તથા દ્વેષનો પરિણામ જે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય તથા અંતરાય કર્મથી સદા માટે પોષાય છે તે ગ્રંથી કહેવાય છે.
પ્ર. ૭૬. ગ્રંથીદશે કોને કહેવાય ?
ઉ.: આયુષ્ય કર્મ સિવાયની સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જે કહેલી છે તેની સત્તા અપાવતાં જીવોને જ્યારે એક કોટાકોટી સાગરોપમથી ન્યૂન (પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ) રહે ત્યારે તે જીવો ગ્રંથ દેશે આવેલા કહેવાય છે.
પ્ર. ૭૭. આ ગ્રંથીદેશે કયા કયા પ્રકારના જીવો કેટલી વાર આવે છે ?
ઉ. : આ ગ્રંથીદેશે અભવ્ય જીવો, દુર્ભવ્ય જીવો, ભારેકર્મી ભવ્ય જીવો અનંતીવાર આવે છે તથા દુર્લભ બોધિ જીવો ગ્રંથીદેશે રહેલા હોય છે. અને સંસારમાં પાછા કર્મોની સ્થિતિ વધારી ભટક્યા કરે છે. એકમતે દુર્લભ બોધિ જીવો કમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે પણ ઉત્કૃષ્ટ રસ બાંધતા નથી અને આ ગ્રંથીદેશે રહીને સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતાભવ સુધી સંસારમાં ભટક્યા કરે છે. અને લઘુકર્મી જીવો પણ ગ્રંથીદેશે આવે છે.
પ્ર. ૭૮. ગ્રંથી દેશે આવેલા જીવો જ્ઞાન કેટલું પ્રાપ્ત કરી શકે છે? તથા ચારિત્ર પ્રાપ્ત કરી શકે છે કે નહિ ?
ઉ.: ગ્રંથીદેશે આવેલા જીવો વધારેમાં વધારે સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત
૯૪
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org