SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વનમાં શ્રીવલ્પસૂત્રમ્ તે કહે છે- (અભિંતો સવિત્તમ્ભે) તેની અંદરના ભાગમાં સર્વ ભીંત વિવિધ પ્રકારના ચિત્રોથી ચીતરેલી હોવાથી રમણીય છે, એવું (વાોિમ્યૂનિત્રયદમન્ને) બહારના ભાગમાં ચૂનો લગાવેલો હોવાથી ચાંદની જેવું સફેદ છે, વળી કોમલ અને ચીકણા પાષણાદિથી ઘંટેલું હોવાથી સુંવાળું અને ચકચકિત છે. ( વિચિત્તોબપિત્તિયતને) તે શયનમંદિરનો ઉપરનો ભાગવિવિધ પ્રકારના ચિત્રોવાળો છે, અને તળિયું દેદીપ્યમાન છે, (મગિરાળપનાસિબંઘવારે) જેની ચારે તરફ મણિઓ અને રત્નો જડેલાં હોવાથી અંધકાર નાશ પામ્યો છે, એવું (વસમસુવિમત્તભૂમિમાને) તે શયનમંદિરનું આંગણું જરા પણ ઊંચ-નીચું નથી બરાબર સપાટ છે, વળી પાંચ વર્ણવાળા મણિઓથી બાંધેલું હોવાથી ભિન્ન ભિન્ન જાતના સ્વસ્તિકાદિની રચના વડે મનોહર છે. ( પંચવળતરસમુહિમુ પુપપપ્પુનોવવાતિ) રસ સહિત અને સુગંધમય એવા પંચવર્તી પુષ્પોના સમૂહને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવેલ હોવાથી સંસ્કાર યુક્ત છે, (ગાવવga Bઽાન્તપૂવમયમતાંઘુઘુમિત્રાને) કાળો અગરુ ઊંચી જાતનો હિંદુ, સેલારસ અને વળી રહેલો દશાંગાદિ ધૂપ, એ બધા પદાર્થોની બહેક મારી રહેલી અને ચારે તરફ ફેલાઇ રહેલી જે સુગંધ; તે વડે રમણીય ( સુગંધવરગંધિē).ઉત્તમ ગંધવાળા જે ઊંચી જાતનાં ચૂર્ણો, તેઓના સુગંધયુક્ત છે. (ગંધવદિમૂ) સુગંધી દ્રવ્યોની બનાવેલી જે ગુટિકા, તેના સદેશ અતિશય સુગંધી છે. આવા પ્રકારના શયન મંદિરને વિશે ત્રિશલા ક્ષત્રિયાણી શય્યામાં એટલે પલંગમાં સૂતી હતી, તે શય્યાનું વર્ણન કરે છે-( તાપ્તિ તારિસમાંસિ સદ્યપ્નિાંપ્તિ) તે તેવા પ્રકારની શય્યામાં, એટલે જેનું વાણીથી વર્ણન થઈ શકે નહિ, પોતાની આંખથી દેખી હોય તો જ જાણી શકાય એવી અવર્ણનીય, તથા અતિશય પુણ્યશાળી અને ભાગ્યશાળીને યોગ્ય એવી શય્યામાં. વળી તે શય્યા કેવી છે?- (સાiિટ્ટિ) શરીર પ્રમાણે દીર્ઘ ગાદલાવાળી, (૩મો વિધ્ધોઅને) જેની બન્ને બાજુએ એટલે જ્યાં મસ્તક રહે ત્યાં અને જ્યાં પગ રહે ત્યાં ઓશીકાં રાખેલાં છે, (મોન ) મસ્તક અને પગને સ્થાને ઓશીકાં રાખવાથી તે બન્ને બાજુએ ઊંચી છે, (મો નળમીરે ) બન્ને બાજુએ ઊંચી હોવાથી વચ્ચેના ભાગમાં નમેલી અને ગંભીર છે (ગંગાપુસ્તિળવાળુબાડદાલસાહિH) જેમ ગંગાને કાંઠે રહેલી રેતીમાં પગ મૂકતાં પગ ઊંડો ચાલ્યો જાય છે, તેમ આ શય્યમાં પણ પગ મૂકતાં પગ ઊંડો ચાલ્યો જાય એવી અતિશય કોમળ છે, (વિવોમિત્રવરJપટ્ટપઙિઋન્ને) તે શય્યા ઉપર ઉત્તમ કારીગરવાળો રેશમી ઓછાડ પાથર્યો છે, (સુવિફરવત્તાળું) તે શય્યા જે વખતે સૂવા-બેસાવાના ઉપયોગમાં આવતી નથી તે વખતે રજ વિગેરેથી મેલી ન થાય માટે ઉત્તમ વસ્ત્રથી ઢાંકેલી રહે છે, ( તંતુબસંવડે) વળી તે શય્યા ઉપર લાલરંગની મચ્છરદાની લગાવેલી છે. (સુરમ્યું) તે શય્યા અતિશય મનોહ૨ છે, (બળા બવૂર-નવળીન-તૂતતુ મે) સંસ્કારિત કરેલું ચામડું રૂ, બૂર નામની વનસ્પતિ, માખણ, અને આકડાનું રૂ, એટલી સુકોમળ વસ્તુઓના જેવા કોમળ સ્પર્શવાળી, (સુગંધવનુમ-ઘુળસદ્યળોવદ્યાતિ) સુગંધી ઉત્તમ જાતનાં પુષ્પો અને ચૂર્ણો વડે કરેલા સંસ્કાર વાળી, આવા પ્રકારની શય્યામાં, ( પુળ્વરત્તાવરત્તગામમાંસિ ) મધ્ય રાત્રિને વિષે (સુત્તનાR બોહ્રીમાળી બોક્ષીરમાળી) કાંઈક ઉંઘતી અને કાંઈક જાગતી, એટલે અલ્પનિદ્રા કરતી છતાં (મેઘાવે ) આગળ કહેવાશે એવા સ્વરૂપના (રાતે નાવ ઘડદસ મહાનુમિને) પ્રશસ્ત યાવત્ ચૌદ મહાસ્વપ્ન (પાસિત્તા નું પડિવુદ્ધા) દેખીને જાગી. (તા નહીં-) તે આ રીતે (ગદ્ય'-વH-સી-) હાથી, વૃષભ, સિંહ, (મિસેઝ-) લક્ષ્મી, (વામ-મસિ-વિળવí -) પુષ્પની માળા, ચન્દ્ર, સૂર્ય, (જ્ઞĞ-મધ્વજા, કળશ, (પઠમસર 'સાર) પદ્મસરોવર, સમુદ્ર, ( વિમાળ' મવળ) દેવવિમાન અથવા ભવન, (તળુવ્વા 'સિપ્તિ '' 7 ) ચ રત્નનો રાશિ અને નિર્ધમ અગ્નિ. ૩૨. Jain Education International 46 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy