SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ફરક અકસ્મશ્રીeqનૂની કારઅફસ હે ભદ્ર! આ પ્રમાણેના સંકટથી જીવિતનો ત્યાગ ન કરો, કારણ કે આવતી કાલે પ્રભાતે સુભિક્ષ થશે” એમ કહી તેમણે ગુરુમહારાજે કહેલી વાત જણાવી. તે સાંભળી આશ્વાસન પામેલી ઈશ્વરીએ તે દિવસને આનંદથી વ્યતીત કર્યો. સવારમાં પુષ્કળ ધાન્યથી ભરેલાં ઘણાં વહાણ ત્યાં આવી પહોંચ્યા, તેથી સમગ્ર નગરમાં સુકાળ પ્રવર્યો. પછી જિનદત્ત શેઠે વૈરાગ્ય પામી પોતાની ભાર્યા સાથે તથા નાગેન્દ્ર, ચંદ, નિવૃતિ અને વિદ્યાધર નામના ચાર પુત્રો સાથે દીક્ષા સ્વીકારી. તે ચારે થકી પોતપોતાના નામે ચાર શાખા પ્રવર્તી. थेरेहिंतो णं अज्जसमिएहितो गोयमसगुत्तेहिंतो इत्थ णं बंभदीविया साहा निग्गया। (રેfÁતો બMમિટિંતોનો મyત્તેહિંતો) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યસમિતથી (ત્યાં હંમડીવિયા IT નિવ) અહીં બ્રહ્મઢીપિકા નામે શાખા નિકળી. તે આ પ્રમાણે-આભીર દેશમાં અચળપુર નામે નગરની પાસે કન્ના અને બેન્ના નામની બે નદીઓના મધ્યભાગમાં બ્રહ્મદીપ નામે દ્વીપમાં પાંચસો તાપસ રહેતા હતા. તેઓમાંનો એક તાપસ પગે લેપ કરીને પાણી પર ચાલવાની કળા જાણતો હતો. તેથી તે પગે લેપ કરીને જમીનની જેમ જળ ઉપર ચાલી જળથી ભીંજાયા સિવાય બેન્ના નદી ઉતરી પારણાને માટે નગરમાં આવતો હતો અને લોકોમાં આશ્ચર્ય ઉત્પન્ન કરતો હોત. તેથી “અહો! આ તાપસના તપનો પ્રભાવ કેવો છે? જૈનોમાં તો એવો પ્રભાવશાળી કોઇ નથી!”. એ પ્રમાણે નગરમાં લોકો તે તાપસની પ્રશંસા અને જૈનોની નિંદા કરવા લાગ્યા. તે સાંભળી ત્યાંના શ્રાવકોએ શ્રીવજસ્વામીના મામા શ્રી આર્યસમિત સૂરિને બોલાવ્યા, અને તાપસની હકીકત નિવેદન કરી. આચાર્ય મહારાજ બોલ્યા કે-“એમાં કાંઇ તપશક્તિ નથી, પણ પારલેપની શક્તિથી જળ ઉપર ચાલીને તે લોકોને છેતરે છે. તમે તે તાપસને ભોજન માટે નિમંત્રણ કરો, અને જમવા બેસે તે પહેલાં તેના પગ તથા પાવડીને જળથી સારી રીતે ધોઈ નાખજો, જેથી તેની કપટકળા જણાઈ આવશે”. ત્યાર પછી એક શ્રાવકે તે તાપસને ભોજન માટે નિમંત્રણ કર્યું, એટલે તે ભોજન માટે શ્રાવકને ઘેર આવ્યો. ઘરના બારણા પાસે આવેલા તાપસને શ્રાવકે વિનય દર્શાવતા કહ્યું કે- હે ભગવન્! આપના ચરણકમળનું મારે પ્રક્ષાલન કરવું છે, કેમકે આપ જેવા મહાત્માના પગનું પ્રક્ષાલન કર્યાથી મહાનું લાભ થાય છે!” એમ કહી તે શ્રવકે તાપસની ઇચ્છા ન હોવા છતાં તેના પગ અને પાવડીને ગરમ પાણીથી એવી રીતે ધોયા કે લેપનો અંશ પણ ન રહેવા દીધો. પછી શ્રાવકે તાપસને સારી રીતે ભોજન કરાવ્યું. ભોજન કરી રહ્યા બાદ શ્રાવકો અને અન્ય લોકોથી પરિવરેળો તાપસ નદીને કાંઠે આવ્યો અને “હજુ કાંઈક લેપનો અંશ રહી ગયો હશે એમ ધારીને અલ્પમતિ તે તાપસ ખોટું સાહસ કરી પૂર્વની જેમ પાણીમાં પડ્યો, પરંતુ પાણીમાં પડતાં જ તે બૂડવા લાગ્યો. તે દેખીઅહો! આપણને આ માયાવી તાપસે કેટલો બધો વખત વિમોહિત કર્યા?” એવી રીતે કોળાહળ કરતા લોકો તાળીઓ વગાડવા લાગ્યા, અને તે તાપસની અપભ્રાજના થઈ. તે જ અવસરે આર્યસમિત સૂરી નદીને કાંઠે આવ્યા, અને લોકોને પ્રતિબોધ પમાડવા માટે યોગચૂર્ણ નદીમાં નાખીને બોલ્યા કે- હે બેન્ના! અમારે સામે કાંઠે જવું છે' એમ કહેતાં જ બન્ને કાંઠા એકઠા થઈ ગયા. તે દેખી લોકોમાં ઘણું જ આશ્ચર્ય થયું, અને સૂરિમહારાજ તથા જૈનધર્મની પ્રશંસા થઈ. ત્યાર પછી સૂરિમહારાજે તાપસીના આશ્રમમાં જઈને તેઓને પ્રતિબોધી દીક્ષા આપી. તે તાપસી બ્રહ્મદ્વીપમાં વસનારા હોવાથી તે ગચ્છમાં થયેલા સાધુઓ બ્રહ્મદ્દીપિકા એવા નામથી પ્રસિદ્ધ થયા, તેથી આર્યસમિત સૂરિથી બ્રહ્મઢીપિકા શાખા નીકળી. थेरेहिंतो णं अजवइरेहिंतो गोयमसगुत्तेहितो इत्थ णं अजवइरी साहा निग्गया। थेरस्स णं अजवइरस्स गोयमसगुत्तस्स इमे तिण्णि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-थेरे अनवईरसेणे, थेरे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy