SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ અઅઅઅઅઅઅઅઅઅમ(શ્રીવલ્પમ અઅઅઅઅઅઅઅઅઅ; પણ હરાય નહિ એવાં અદ્ભુત જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ પણ રત્નો મેળવ્યા.” ૨. શ્રીવીરપ્રભુના નિર્વાણ પછી બાર વરસે ગૌતમસ્વામી, વીશ વરસે સુધર્માસ્વામી અને ચોસઠ વરસે જંબૂસ્વામી મોક્ષે ગયા. જંબૂસ્વામી મોક્ષે ગયા પછી આ દસ વસ્તુઓ વિચ્છેદ પામી-મન:પર્યવજ્ઞાન ૧, જેની ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે તે પરમાવધિ ૨, જે લબ્ધિના પ્રભાવથી ચક્રવર્તીના સૈન્યને પણ ચૂર્ણ કરી નાખવા સમર્થ થવાય તે પુલાકલબ્ધિ ૩, આહારકશરીરલબ્ધિ૪, ક્ષપકશ્રેણિ ૫, ઉપશમશ્રેણિ ૬, જિનકલ્પ ૭, પરિહારવિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર, અને યથાખ્યાત્ ચારિત્ર, એ ત્રણ ચારિત્ર ૮, કેવળજ્ઞાન ૯, અને મોક્ષમાર્ગ ૧૦, અહીં કવિ ઉભેક્ષા કરે છે लोकोत्तरं हि सौभाग्यं पम्बूस्वामिमहामुनेः । अद्यापि यं पतिं प्राप्य, शिवश्री ऽन्यमिच्छति ॥१॥ “મહામુનિ શ્રીજંબૂસ્વામીનું અલૌકિક સૌભાગ્ય છે, કે જે પતિને પ્રાપ્ત કરીને મોક્ષલક્ષ્મીરૂપી સ્ત્રી હજુ સુધી પણ બીજા પતિને ઇચ્છતી નથી” ૧ (રૂi MખંડૂUIમ વરસવગુત્તH) કાશ્યપ ગોત્રવાળા આર્યજંબૂ નામના સ્થવિરને (MUમવે કેરે અંતેવાસી વMવગુત્ત) કાત્યાયન ગોત્રવાળા સ્થવિર આર્યપ્રભવ નામે શિષ્ય થયા. (વેરH | MUવસ છqવUTHપુસ) કાત્યાયન ગોત્રવાળા સ્થવિર આર્ય પ્રભવસ્વામીને (મMસિMવે મેરે બંતેવાસી મMIfપવા વDHy) વત્સ ગોત્રવાળા અને મનકના પિતા એવા સ્થવિર આર્યશäભવ નામે શિષ્ય થયા.તે આ પ્રમાણે એક વખતે પ્રભવસ્વામીએ પોતાની પાટે યોગ્ય પુરુષને સ્થાપવા માટે પોતાના ગુચ્છમાં તથા સંઘમાં ઉપયોગ દીધો, પરંતુ તેવો કોઈ યોગ્ય પુરુષ ન જણાયાથી અન્યતીર્થમાં ઉપયોગ દીધો. ત્યારે તેમણે રાજગૃહ નગરમાં યજ્ઞ કરતા શય્યભવના નામના ભટ્ટને પોતાનો પટ્ટધર થવાને યોગ્ય જાણ્યો. ત્યાર પછી પ્રભવસ્વામી રાજગૃહમાં આવ્યા, અને બે મુનિઓને શીખવાડી યજ્ઞશાળામાં મોકલ્યા. તે બે મુનિઓ યજ્ઞશાળામાં જઈ પ્રભવસ્વામીના કહેવા મુજબ બોલ્યા કે-“અહો વM{? પહો ખું, તેવં ન જ્ઞાવતે પરમ- એટલે અહો! ખેદની વાત છે કે આ કષ્ટ હોવા છતાં પણ તેમાં તત્ત્વ તો કાંઇ જણાતું નથી”. આ પ્રમાણે મુનિઓનું કથન સાંભળી શંકિત થયેલા શયંભવ ભટ્ટે પોતાના ઉપાધ્યાય-ગુરુને પૂછ્યું કે- ‘તત્ત્વ શું છે!, ઉપાધ્યાય બોલ્યો કે-“વેદોમાં જે કહ્યું છે એ જ સાચું તત્ત્વ છે” શäભવ ભટ્ટ બોલ્યા કે- “રાગ-દ્વેષરહિત અને નિષ્પરિગ્રહી મુનિઓ કદી અસત્ય બોલે નહિ. માટે યથાસ્થિત તત્ત્વ કહો, નહિતર આ તરવારથી તમારું મસ્તક છેદી નાખીશ” એમ કહી મ્યાનમાંથી તરવાર ખેંચી. આ પ્રમાણે તરવારથી ભય પામેલો ઉપાધ્યાય બોલ્યો કે-“આ યજ્ઞસ્તંભ નીચે શ્રીશાંતિનાથ પ્રભુની પ્રતિમા છે, તેના પ્રભાવથી યજ્ઞાદિક કર્મ નિર્વિને પાર પડે છે''. એમ કહી યજ્ઞસ્તંભ ઉપાડી તેની નીચેથી શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા બતાવી. ઉપાધ્યાય બોલ્યો કે-જે પરમાત્માની આ પ્રતિમા છે તેમણે કહળ ધર્મ એ જ સાચું તત્ત્વ છે.' શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાનું દર્શન થતાં શäભવ ભટ્ટ પ્રતિબોધ પામ્યા, અને તુરત તેમણે પ્રભવસ્વામી પાસે જઈ ધર્મોપદેશ સાંભળી દીક્ષા સ્વીકારી. ત્યાર પછી પ્રભવસ્વામી શ્રીશપ્યભવને પોતાની પાટે સ્થાપી સ્વર્ગે ગયા. જ્યારે શયંભવ સ્વામીએ દીક્ષા લીધી હતી. ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી. તેણીને મનક નામે પુત્ર થયો, તે મનક પુત્રે શય્યભવ સૂરિ પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયેલા મનકનું આયુષ્ય છ મહિના જ અવશેષ હોવાથી તેને થોડા વખતમાં શ્રુતના સારનો બોધ પમાડવા માટે શયંભૂવસૂરિએ સિદ્ધાંતમાંથી સાર ઉદ્ધરી દશવૈકાળિક સૂત્ર રચ્યું, અને અનુક્રમે શ્રીયશોભદ્રને પોતાની પાટે સ્થાપી શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી અટ્ટાણુમે વરસે સ્વર્ગે ગયા. (યેર જ્ઞાસMમવરસ મળfપડળો વસતY) વત્સ ગોત્રવાળા અને મનકના પિતા એવા ************* (237) * ********** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy