________________
नाणं च दंसणं चेव चरितं च तवो तहा ।
एस मग्गेति पत्रत्तो जिणेहिं वरदंसिहि ॥ અર્થાત–ચાર કારણ સંયુક્ત જ્ઞાન દર્શનના લક્ષણે કરી સહિત એક્ષમાર્ગનું સ્વરૂપ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ જ મેક્ષને માર્ગ છે એવું શ્રી જિનેશ્વરે કહ્યું છે.
नाणं च दंसणं चेव चरित्वं च तवो तहा । एस मग्गमणुपत्ता जीवा गच्छंति सुगई ॥
અર્થાત્જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તરૂપ માર્ગને પામ્યા એવા જે સુગતિમાં-મેક્ષમાં જાય. આ ગાથાઓમાં પહેલાં ચાર કારણ સંયુક્ત જ્ઞાન દર્શનને મોક્ષને માર્ગ કહ્યો અને પછી ચાર જુદાં જુદાં કારણે કહ્યાં છે. જેનેતર ધર્મીઓ પણ એ ચાર કારણને માને છે અને જેને પણ માને છે. જૈનેતરોની જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની વ્યાખ્યાઓ જૈનેની એ ચારેની વ્યાખ્યાઓથી કેટલેક અંશે જૂદી પડે છે અને તેથી બે જુદા જુદા પ્રકાર બતાવવામાં આવ્યા છે. જૈનેના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં મૂળ સમ્યકત્વની અપેક્ષા રહે છે તેથી બે પૃથક પૃથક્ પ્રકારો દર્શાવેલા છે.
આ પ્રમાણે સુગતિ પ્રાપ્ત કરવાને તેના માર્ગે જાણવા અને તે આચરવા એમાં જે કિલષ્ટતા રહેલી છે તેને પાર કરવા માટે મનુષ્યને જીવનમાં અનેક સાધનોની જરૂર પડે છે. મનુષ્ય જીવનમાં અનેક પ્રકારના કર્મો કરે છે તેમાંના કેટલાંક શુભ પરિણામદાયી છે અને કેટલાંક અશુભ પરિણામદાયી છે. અનેક મોટા મોટા આત્માઓને પણ અશુભ કર્મો કરીને અશુભ ગતિમાં જઈ કર્મોની નિર્જરા કરવી પડી છે. શ્રી નયસુંદર કહે છે -
કર્મવિપાક ન કોઈ સખાઈ, નાખે કર્મ મહા ભવખાઈ. કમે કષભ વરષ ઉપવાસી, વીરસાઈ દો ગરભ નિવાસી, મલ્લી મહિલાદ વિકાસી, કમેં રામ પાંડવ વનવાસી. નલનુપ કુબજ સૂઆર અભ્યાસી, હરિચંદ વેચાવીઓ માંહિ કાશી,
કમે રાવણ ગઈ સાબાસી, કૌરવ સંતતિ કરમે વિણાસી.
આ કર્મો કર્યા અને શ્રી કૃષ્ણ ગીમાં નિયત વામાવર એ શબ્દો વડે જે કમ આચરવાનું કહે છે તે કર્મ ક્યાં ? એક પ્રકારનાં ક બંધનાં કારણભૂત બને છે અને બીજા પ્રકારનાં કર્મોનિર્જરાના–પાપને નિવારણનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org